Team chabuk-Gujarat Desk: ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસ ફરી કહેર વર્તાવી રહ્યો છે. કોરોના વંટોળ બનીને ફરી આવી રહ્યો છે અને એક પછી એક લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. કોરોનાના આ વંટોળથી બોલિવૂડ તથા ટીવી ઇન્ડસ્ટ્રી બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ નથી બચી શક્યા. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી, એક્ટર હેમાંગ દવે તથા મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દીક્ષાએ સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કહ્યું હતું, ‘2022માં હું આમ કરીશ.. હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને શ્રમ કરવાની ના પાડી છે. શું યાર..’
દીક્ષા હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ દીક્ષાએ ફિલ્મ ‘લકીરો’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં રોનક કામદાર, શિવાની જોષી, નેત્રી ત્રિવેદી મહત્ત્વના રોલમાં છે. આ ગુજરાતી ફિલ્મમાં જાઝ મ્યૂઝિકને પહેલી જ વાર એક્સપ્લોર કરવામાં આવ્યું છે.
ગુજરાતી અભિનેતા હેમાંગ દવેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હેમાંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે. એવા કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.’
તો આ ઉપરાંત ‘છેલ્લો દિવસ’ ફૅમ એક્ટર મિત્ર ગઢવીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિત્ર ગઢવીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવું વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેક પેઇન, ગળામાં દુખાવો અને મને ખ્યાલ નથી કે હળવા લક્ષણો છે કે નહીં, તો મહેરબાની કરીને તમે જાતે કંઈ પણ ધારી ના લેતા કે હું આમ કહેવા માગું છું. હાલમાં મારી તબિયત ઠીક છે અને હું આઇસોલેટેડ છું. મારા ડૉક્ટરે આપેલા તમામ પ્રોટોકોલનું પાલન કરું છું. સાવેચત રહો. માસ્ક પહેરો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત