Homeગુર્જર નગરીવન્યપ્રાણીના હુમલામાં માનવ કે પશુ મૃત્યુ અને ઈજાની ઘટનામાં હવે આટલી સહાય...

વન્યપ્રાણીના હુમલામાં માનવ કે પશુ મૃત્યુ અને ઈજાની ઘટનામાં હવે આટલી સહાય ચુકવાશે

Team Chabuk-Gujarat Desk: રાજયમાં આવેલા વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સાઓમા નાગરિકોને ચુકવાતા વળતર-સહાયના દરોમા રાજય સરકારે નોધપાત્ર સુધારો કરી નવા દરો નિયત કર્યા છે.

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ, ઈજા તથા પશુ મૃત્યુના પ્રસંગોએ રાજય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના નવા દર મુજબ માનવ મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ પહેલાં 4 લાખ રૂપિયાની સહાય અપાતી હતી તે હવે 5 લાખ રૂપિયાની સહાય ચુકવાશે. એ જ રીતે માનવ ઇજા સંદર્ભે 40 ટકાથી 60 ટકા અપંગતા હોય તેવા કિસ્સામાં રૂપિયા 59,100ને બદલે હવે 1 લાખ રૂપિયાની સહાય અપાશે. 60 ટકાથી વધુ અપંગતા હોય તો 2 લાખ અને અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિ ૩ દિવસ કે તેથી વધુ સમય હોસ્પિટલમાં દાખલ રહે તો પહેલા સહાય આપવામાં આવતી નહોતી તેના બદલે હવે 1 લાખ રૂપિયાની સહાય ચુકવાશે.

આ ઉપરાંત દૂધાળા પશુઓ માટે પણ  પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે. જે અંતર્ગત ગાય, ભેંસ માટે  3 હજારના બદલે 50 હજાર, ઊંટ માટે 30 હજારના 40 હજાર, ઘેટાં-બકરા માટે 3 હજારના બદલે 5 હજારની સહાય તથા બિન દૂધાળા પશુઓમાં ઊંટ, ઘોડા, બળદ માટે રૂપિયા 25 હજાર તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી, ગધેડો, પોની વગેરે માટે રૂપિયા 16 હજારના બદલે 20 હજારની સહાય ચૂકવાશે.

આ નવા દરોનો અમલ 5 જાન્યુઆરીથી કરાશે. આ ઠરાવ બહાર પાડતા પહેલાંના બનાવોમાં જો કોઇ વળતર ચુકવવાનું બાકી હોય તો તે જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચુકવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨માં દર્શાવેલ વન્યપ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં વન્યપ્રાણીઓ જેવા કે, સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવ મૃત્યુ કે ઇજા તથા પશુ મૃત્યુ થયેલું હોય તેવા કિસ્સામાં આ વળતર ચુકવાશે.

તાજેતાજો ઘણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments