Team Chabuk-Sports Desk: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગના વાન્ડર્સ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાય રહી છે. બીજા દિવસની રમત પૂર્ણ થતાં ભારતે બીજી ઈનિંગમાં બે વિકેટના નુકસાન પર 58 રનની લીડ પ્રાપ્ત કરી લીધી છે. ચેતેશ્વર પુજારા 35 જ્યારે અજિંક્ય રહાણે 11 રન સાથે ક્રિઝ પર છે. બંને વચ્ચે 41 રનની ભાગીદારી નોંધાઈ છે.
દિવસની રમત શરૂ થતાં પહેલા આફ્રિકાની ટીમે 35 રનથી રમવાની શરુઆત કરી હતી. ડિ એલ્ગર અને કીગન પીટરસને 53 રન જોડી ટીમના સ્કોરને 88 સુધી પહોંચાડ્યો હતો. બંનેની વચ્ચે બીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી નોંધાઈ હતી. જોકે શાર્દુલ ઠાકુર 37મી ઓવરમાં બોલિંગ કરવા માટે આવ્યો હતો અને દક્ષિણ આફ્રિકાને ચાર ઓવરમાં ચાર મોટા ઝટકા આપ્યા હતા. તેણે ક્રિઝ પર ટકેલા એલ્ગર પીટરસન અને ડેસેનને પવેલિયનનો રસ્તો બતાડ્યો હતો.
શાર્દુલે વિકેટ ઝડપવાનો સિલસિલો ચાલુ રાખતા એક બાદ એક એમ કુલ સાત વિકેટ પોતાના નામે કરી હતી. શાર્દુલની વેધક બોલિંગની સામે સાઉથ આફ્રિકાના બોલર્સ ટકી નહોતા શક્યા અને પત્તાના મહેલની માફક બાકીની ટીમ ખખડી ગઈ હતી. જોતજોતામાં બીજા દિવસે નવ વિકેટ ગુમાવી સાઉથ આફ્રિકાએ 229 રન કર્યાં હતાં. દક્ષિણ આફ્રિકા તરફથી કીગન પીટરસન 62 અને તેમ્બા બાવુમાએ સર્વાધિક 51 રન કર્યાં હતાં. જ્યારે ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 61 રન આપી સાત વિકેટ પોતાના નામે કરી હતી. જે કોઈ ભારતીય બોલર દ્વારા દક્ષિણ આફ્રિકામાં ફેંકવામાં આવેલો બેસ્ટ સ્પેલ છે.
બીજી તરફ ભારતની ઈનિંગની શરૂઆત ફરી નિરાશાજનક રહી હતી. ભારતે 44 રનના સામાન્ય સ્કોર પર પોતાના બંને ઓપનિંગ બેટ્સમેનો ગુમાવી દીધા. કેપ્ટન રાહુલ 8 તો મયંક અગ્રવાલ 23 રનના સામાન્ય સ્કોર પર પવેલિયન પરત ફર્યાં. દક્ષિણ આફ્રિકાની તરફથી ઓલિવિયર અને જેનસેને એક એક વિકેટ લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ