Team Chabuk-Gujarat Desk: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડ્રગ્સ મુદ્દે મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની લેબ બનાવી એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા આરોપી સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ ઘરની જ છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, 7મી ડિસેમ્બરે થલતેજમાંથી ક્રાઇમ બ્રાન્ચે 23.86 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું હતું. આ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપીઓએ ડ્રગ્સનું ઉત્પાદન કરવા માટે નવા નરોડા વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવતી મીની લેબ ઉભી કરી હતી. આ મીની લેબમાંથી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ બનાવવાં અંગેની ચીજ વસ્તુઓ અને પદાર્થો જપ્ત કર્યા છે.આ લેબમાં કુલ 2 કરોડનું એમડી ડ્રગ્સ બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.આરોપી બિપીન પટેલે તેના મકાન રાધેશ્યામ રેસીડેન્સી નવા નરોડામાં લિફ્ટ રૂટનો કબજો રાખી તેમાં મીની લેબ તૈયાર કરી હતી. આ કેસમાં પોલીસે ડ્રગ્સનું ઉત્પાદન કરનાર આરોપી બિપીન પટેલ, મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને બે ડ્રગ્સ પેડલર મોઇનુદ્દીન શેખ અને વજીઉદ્દીન શેખને ઝડપી લીધા છે.
આરોપી બિપીન પટેલ છત્રાલ ખાતે આવેલ ઓસવાલ કેમિકલ કંપનીમાં છ મહિનાથી ટેકનિકલ મેનેજર તરીકે નોકરી કરે છે. તે વર્ષ 2003થી 2012 સુધી દિસ્માન ફાર્મા કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરતો હતો ત્યારે પંકજ પટેલ નામનો આરોપી પણ ત્યાં નોકરી કરતો હતો. તે સમયે બંનેની ઓળખાણ થઈ હતી અને છ મહિના પહેલા આ પંકજ પટેલ તેને મળ્યો હતો. જેણે આ એમડી ડ્રગ્સ બનાવી આપવા માટે જણાવ્યું હતું.
તો આરોપી પંકજ પટેલ જે વૈષ્ણો દેવી સર્કલ નજીક રહે છે અને છત્રાલ ખાતે એક કેમિકલ કંપનીમાં એક્ઝિક્યૂટિવ તરીકે નોકરી કરે છે. ગત જૂન મહિનામાં તેને કોરોના થતાં તે ચરાડા હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ગયો હતો. જ્યાં તેની મુલાકાત અસિત પટેલ સાથે થઈ હતી. અસિત પટેલે તેને એમડી ડ્રગ્સ બનાવવા માટે મટિરીયલ આપવાનુ કહેતા પંકજ એક લીટરના રૂપિયા 15 હજાર ચૂકવી ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોન મેળવતો અને તે રૂપિયા 25 હજારમાં બિપીનને આપતો હતો.
આરોપી બિપીન પટેલ એક ગ્રામના રૂપિયા 400ના ભાવે ડ્રગ્સ પંકજને આપતો હતો. જ્યારે પંકજ 700 થી 800માં અસિત પટેલ ને આપતો. અસિત અગાઉ પકડાયેલ આરોપી રવી શર્માને સપ્લાય કરતો હતો. જ્યારે રવી શર્મા નાના નાના પેડલરોને આપતો હતો. હાલ આ મુદ્દે ક્રાઈમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત