Homeદે ઘુમા કેઆજથી ભારતીય ટીમ આફ્રિકામાં ઈતિહાસ સર્જવા મેદાને ઉતરશે

આજથી ભારતીય ટીમ આફ્રિકામાં ઈતિહાસ સર્જવા મેદાને ઉતરશે

Team Chabuk-Sports Desk: ભારતીય સુકાની વિરાટ કોહલીની આગેવાનીમાં આજે આરંભ થઈ રહેલી ટેસ્ટ શૃંખલામાં જીત મેળવવાની સાથે સાથે અગિયાર ખેલાડીઓની પસંદગી પણ પડકારજનક લાગી રહી છે. ઈતિહાસ તપાસીએ તો 1992ની સાલમાં ભારતે પ્રથમ વખત આફ્રિકામાં પ્રવાસ કર્યો હતો. જોકે અત્યાર સુધી ટીમ ટેસ્ટ શ્રેણીમાં વિજય પ્રાપ્ત નથી કરી શકી. જેથી વિરાટ પાસે સુકાની તરીકે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની તક છે. વિરાટ પણ ટી ટ્વેન્ટીમાં મરજીથી અને વનડેમાં નામરજીના ઉહાપોહ વચ્ચે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ, ટેસ્ટમાં ટીમને જીત અપાવી ખૂદને ભારતીય ટેસ્ટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ સુકાની ઘોષિત કરવાની દિશામાં ડગ માંડશે.

પાંચમાં નંબર પર ઈજામાંથી પરત ફરેલ અને ઘર આંગણે ન્યૂઝીલેન્ડની સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શ્રેયસ અય્યર અને ખરાબ ફોર્મની સામે ઝઝૂમી રહેલા અજિંક્ય રહાણેમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે. પાંચ બોલરની થીયરીમાં ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને ઈશાંત શર્માની વચ્ચે પસંદગીની મથામણ રહેશે. ન્યૂઝીલેન્ડ સામે મુંબઈની ટેસ્ટમાં અજિંક્ય રહાણે અને ઈશાંત શર્માને ઈજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા, એવામાં જો આજે પણ તેઓ ટેસ્ટ ટીમમાં સ્થાન નથી મેળવી શકતા, તો એવું માનવાનું રહેશે કે તેમને ટીમમાંથી બહાર કરવામાં આવી રહ્યા છે.

દક્ષિણ આફ્રિકા હવે પહેલાની માફક ટેસ્ટની મજબૂત ટીમ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. જેના કારણે ઘણાં અનુભવી ખેલાડીઓ ટીમની સાથે નથી. એ જોતા કોહલીની મજબૂત ટીમ પાસે મોટી તક છે. એવામાં આફ્રિકા સામે શ્રેણી જીતવી સરળ માનવામાં આવી રહ્યું છે. આફ્રિકાની ટીમમાં માત્ર બે ખેલાડી જેમાં કેપ્ટન ડીન એલ્ગરે 69 ટેસ્ટ જ્યારે વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડિકોકે 53 ટેસ્ટ રમી છે. આ સિવાયના કોઈ ખેલાડીએ ટેસ્ટમાં 50 કરતા વધારે ટેસ્ટ મેચ નથી રમી. ભારતીય બેટ્સમેનો માટે શુભ સમાચાર એ છે કે કગિસો રબાદાનો સાથ આપવા માટે વિશ્વના સૌથી ફાસ્ટ બોલરમાંથી એક ગણાતા એનરિચ નોર્ત્ઝેની અનુપસ્થિત રહેશે.

આફ્રિકાની નબળી ટીમ સામે કોહલી સેન્ચુરી ફટકારી બે વર્ષના દુકાળનો અંત લાવવાનો પ્રયાસ કરશે. કોહલીના બેટમાંથી વર્ષ 2019થી એક પણ સેન્ચુરી નથી નીકળી. તેની એવરેજ પણ 30થી ઓછી રહી છે. જે કોહલી જેવા ખેલાડી માટે યોગ્ય ન કહેવાય. સામે ભારતીય વિકેટકિપર ઋષભ પંત પણ વિષમ પરિસ્થિતિઓમાં ઉત્કૃષ્ટ બેટીંગ કરે છે. ભારતે સતર્ક રહેવાની જરૂર હોય તો બોલર રબાદા, ડુઆને અને સ્પિનર કેશવ મહારાજથી છે.

ભારતમાં બોલર તરીકે પ્લસ પોંઈન્ટમાં જસપ્રીત બુમરાહ રહેશે, જેની સામે આફ્રિકાના બેટ્સમેન એલ્ગર, તેમ્બા, બાવુમા અને ડિકોકની અગ્નિપરીક્ષા થશે., જો બુમરાહ અને મોહમ્મદ શમી ટોચના બોલર્સ પર હાવી રહ્યા તો બાકીનું કામ અનુભવી ફિરકીકાર અશ્વીન પતાવી શકે છે. આમ પણ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટમાં ભારતની સ્પિન બોલિંગના આક્રમણની સામે વિરોધી ટીમો પત્તાના મહેલની માફક ધ્વસં થઈ જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments