Team Chabuk-National Desk: ઉત્તર પૂર્વી દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં સામાન્ય બોલાચાલી દરમ્યાન પાડોશીએ ન માત્ર ગર્ભવતી મહિલાના હાથ પગ તોડી નાખ્યા, પણ તેની સાથે શારીરિક છેડછાડ પણ કર્યાંનો આરોપ લાગ્યો છે. મહિલાના પતિને પણ બર્બરતાપૂર્વક પીટવામાં આવ્યો હતો. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર સ્થિતિમાં પીડિતાને જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.
મહિલાને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેના બંને હાથ તૂટી ગયા હતા. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ઘરમાં ઘુસીને મારપીટ, છેડછાડ, મારી નાખવાની ધમકી અને અન્ય ધારાઓ લગાવી કેસ ફાઈલ કર્યો છે. વારદાત બાદ આરોપી ફરાર છે.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની વય 26 વર્ષની છે. પરિવારની સાથે તેણી દિલ્હીના એક ચોકક્સ વિસ્તારમાં ભાડેના મકાનમાં રહે છે. તેના પરિવારમાં એક સંતાન અને પતિ છે. પીડિતાને છ મહિનાનો ગર્ભ છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે છ મહિના પૂર્વે પાડોશમાં રહેતા આસિફની સાથે તેમના પરિવારનો ઝઘડો થયો હતો. આરોપીઓએ પીડિતાના પતિનું માથું ફોડી નાખ્યું હતું. તેને માથાના ભાગે 14 ટાંકા આવ્યા હતા.
જોકે બેઉં પરિવારની વચ્ચે સમજૂતી કરાર થયો હોવાથી કોઈ એફઆઈઆર નોંધાઈ નહોતી. પીડિતાએ જણાવ્યું કે આસિફનો પરિવાર ત્યારથી જ તેમની સામે બદલો લેવા ઈચ્છતો હતો. આરોપ લાગ્યો છે કે રવિવારના રોજ આસિફના પરિવારના એક છોકરાએ જાણી જોઈને તેમના વાસણમાં થૂંક લગાડ્યું. મામલો બીચકતા આસિફના પરિવારના લોકોએ ગર્ભવતી મહિલાના પરિવાર પર હથિયાર સાથે જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલા દરમ્યાન આરોપીઓએ પીડિતાના પેટમાં જોરથી દંડો ફટકાર્યો હતો. પીડિતાએ બંને હાથથી પોતાનું પેટ પકડી લેતા આરોપીઓએ હાથ પર ઉપરાછાપરી દંડા ફટકારી નિર્દયતા આચરી હતી. પ્રહારના કારણે મહિલાના હાથ તૂટી ગયા. પોલીસે હાલ ફરાર આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત