Homeગુર્જર નગરીભૂલથી કોલ પડ્યો ભારે, 'મારી પત્નીને કેમ કોલ કરે છે' તેમ કહીને...

ભૂલથી કોલ પડ્યો ભારે, ‘મારી પત્નીને કેમ કોલ કરે છે’ તેમ કહીને માર્યો માર

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક યુવકને ફેસબુકનો ઉપયોગ ભારે પડી ગયો. ફેસબુકના ઉપયોગ વખતે યુવકથી ભૂલથી કોલ થઈ ગયો. જે બાદ મામલો મારા મારી સુધી પહોંચી ગયો. પાંચ થી છ લોકોએ યુવકને માર એટલો માર્યો કે હાલ તે હોસ્પિટલના બિછાને પહોંચી ગયો છે. હાલ નિકોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

દાવો છે કે, નિકોલ વિસ્તારમાં રહેતાં એક યુવકે ગત મોડી સાંજે તેના મોબાઈલમાં ફેસબુક પ્રોફાઈલમાં ફોટા જોતો હતો ત્યારે ભૂલથી કોઇ યુવતીનાં એકાઉન્ટ પર કોલ થઈ ગયો હતો. જો કે આ બાબતની જાણ થતાં જ તેને કોલ કટ કરી દીધો હતો. પરંતુ થોડી જ વારમાં આ નંબર પરથી યુવતીનો કોલ આવ્યો હતો. જો કે ફરિયાદી યુવકે શરતચૂકથી કોલ થઈ ગયો હોવાનું કબૂલ કર્યું હોવા બાદ પણ સામેવાળી વ્યક્તિ બીભત્સ ગાળો બોલવા લાગ્યો અને તેને યુવકનું સરનામું માંગ્યું હતું.

બાદમાં ફરિયાદી યુવકે સરનામું આપતા જ થોડી વારમાં ફોન કરનારા વ્યક્તિ તેનાં અન્ય ચાર મિત્રો સાથે ત્યાં પહોંચી ગયો હતો. ફરિયાદીને મળવાના બહાને નીચે બોલાવી તેની સાથે બોલાચાલી કરીને ‘તું મારી પત્નીને કેમ ફોન કરે છે’ તેમ કહીને લોખંડની પાઇપ વડે ઢોર માર માર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં અને ફરિયાદી યુવકને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments