Team Chabuk-Gujarat Desk: વધી રહેલા ટેકનોલોજીન ઉપયોગના કારણે સાયબર ક્રાઈમના કિસ્સા પણ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં OTP મેળવીને ઘણા લોકો સાથે છેતરપિંડીની અનેક ઘટના સામે આવી ચુકી છે. જો કે, આ વખતે સાયબર માફિયા આના કરતાં પણ આગળ વધી ગયા છે. અમદાવાદમાં એક સાઈબર ક્રાઈમનો અલગ જ કિસ્સો બન્યો છે, જેનાથી લોકો વિચારતા થઈ ગયા છે કે આપણી સાથે આવું ન બને તો સારું.
અમદાવાદના કૃષ્ણનગરમાં એક વ્યક્તિના ક્રેડિટ કાર્ડમાંથી OTP વિના જ 1 લાખ 95 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા 36 વર્ષીય સુરેશ આસુદાની પાસે કોટક મહિન્દ્રા બેંકનું ક્રેડિટ કાર્ડ હતું. આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તે પેટ્રોલ-શોપિંગ માટે કરતો તેમજ ઓનલાઇન બેંકિંગથી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરતો.
ગત 28 જુલાઈએ તેઓ પોતાનો ફોન બંધ કરીને ઉંઘી ગયા હતા. ત્યાબાદ રાત્રિના બાર વાગ્યાની આસપાસ તેમના પિતા પર બેંકમાંથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે બેન્કમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. આ બાદ સુરેશભાઈએ વાત કરતા બેન્કના કર્મીએ કહ્યું કે, તમારા ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.95 લાખનું ટ્રાન્જેક્શન થયું છે, જે તેમણે કર્યું છે કે નહીં આ બાબતે પૂછપરછ કરી હતી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે કહ્યું હતું. સુરેશભાઈએ ફોન અને મેઈલ ચેક કરતાં ખબર પડી હતી કે તેમના એકાઉન્ટમાંથી કુલ 4 ટ્રાન્ઝેક્શન થયા હતા.
અહીં ખાસ વાત એ છે કે તેમનો ફોન બંધ હતો અને OTP પણ નહોતો આવ્યો છતાં ભેજાબાજે તેમના રૂપિયા ઉપાડી લીધા હતા. હાલ આ મુદ્દે સાયબર ક્રાઈમે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
