Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરના ખાડિયામાં રહેતી વૃદ્ધ મહિલાને આયુષ્યમાન કાર્ડ કઢાવવી તથા ગોલ્ડ લોન કરી આપવાનુ કહીને શખ્સે ઠગાઇ કરી હતી. વૃધ્ધાને વિશ્વાસમાં લઇ અજાણ્યા શખ્સે 40 હજારની સોનાની ચેઈન અને 11 હજાર રોકડા મળી કુલ રૂ.51 હજાર પડાવી લીધા હતા. આ અંગે ખાડિયા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ખાડિયા પડીની પોળમાં રહેતા 69 વર્ષીય મનોરમાબેન પટેલ ઘરે હાજર હતા. તેમનો દિકરો ભાવિન નોકરી પર ગયો હતો. બપોરના સમયે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. મનોરમાબેનને જણાવ્યું હતુ કે, ભાવિન ક્યાં છે બાદમાં કહેવા લાગ્યો હતો કે, તમારૂ આયુષ્યમાન કાર્ડ કઢાવવાનુ છે, તો હું તમને કાઢાવી આપીશ અને મોદી સાહેબ વિધવા પેન્સન આપે છે તેનો તમારો વિધવા પેન્સનનો ચેક મારી પાસે આવી ગયેલ છે તે ચેક જમા કરવા માટે તમે મારી સાથે બે બેંકમાં અથવા તમારે 11 હજાર રોકડા ભરવાના છે. તે મને આપી દો તો હું બેંકમાં જઈને ભરી દઈશ.
એટલુ જ નહીં નવી બે દિવસની ગોલ્ડ લોન મળે છે જેથી તમેને બીજા 35 હજાર લોન પેટે મળશે તેમ જણાવ્યું હતુ. જેથી મનોરમાબેને આ શખ્સ પર વિશ્વાસ રાખીને સોનાની રૂ.40 હજારની ચેઈન આપી દીધી હતી. બેંકમાં ભરવા માટે 11 હજાર રોકડા પણ આપ્યા હતા. આ શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો. મનોરમાબેનનો દિકરો ત્યાં આવતા તેમણે વાત તેમની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાવ્યું હતું. આ અંગે ખાડીયા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
