Homeગુર્જર નગરી'મને લાગતું નથી કે, હું આ દેવામાંથી બહાર નીકળી શકું' સુસાઇડ નોટ...

‘મને લાગતું નથી કે, હું આ દેવામાંથી બહાર નીકળી શકું’ સુસાઇડ નોટ લખી યુવકે ગળાફાંસો ખાધો

Team Chabuk-Gujarat Desk: નડિયાદમાં સંતરામ રોડ પર આવેલ વર્ગો કોમ્પલેક્ષ પાસેના શાલેમ સ્ટ્રીટમાં રહેતા 42 વર્ષિય આનંદકુમાર હનોખભાઈ કારભારીએ પોતાના ઘરમા પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેઓએ પંખાના હૂક સાથે પ્લાસ્ટિકની રસ્સી વડે ગાળીયુ બનાવી જીવનનો અંત આણ્યો છે. સોમવાર સવારે આ ઘટનાની જાણ તેમના સ્વજનોને થતાં તેઓએ આ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવ સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

પોલીસે તપાસ કરતાં બાજુના રૂમમાંથી એક ડાયરીમાં 3 પેઈજની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આનંદકુમારે 3 પેઈજ ભરી લગભગ 12 જેટલા પેરેગ્રાફમા પોતાની આપવીતી જણાવી આત્મહત્યા કરી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું છે. લાખો રૂપિયાના દેણાના કારણે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે કબ્જે લીધેલી સ્યૂસાઈડ નોટમાં લખેલા અક્ષર મરણજનારના છે કે કેમ તે દિશામા હાલ તપાસ આરંભી છે અને સમગ્ર મામલે અપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ બાબતની તપાસ કરનાર હેડ. કોસ્ટેબલએ જણાવ્યું હતું કે, મરનાર અપરણિત છે. તે પોતાના મકાનમાં એકલો જ રહેતો હતો. દેવું વધી જતા તેણે આત્મહત્યા કરી હોવાની શક્યતા છે તેની પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટ હાલમાં કબજે કરવામાં આવી છે. સુસાઇડ નોટમાં લખેલા અક્ષર મરનારના છે કે નહી તેની ચકાસણી માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે મરણજનારના સગાભાઈ આશીષભાઈની ફરિયાદના આધારે અપમૃત્યુની નોંધ કરી છે.

‘હું પોતે છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો નથી મારે લાખોનું દેવું થઈ ગયું છે. આ દેવાની ભરપાઈ હવે પછી આગળના સમયમાં હું કરી શકું એવી મારી નાણાંકીય પરિસ્થિતિ નથી. આ દેવુ મેં મારા અંગત સ્વાર્થ અને કામ માટે કર્યા છે, જે માટે મારું કુટુંબ જવાબદાર નથી, આ દેવાની જવાબદારી પૂરેપૂરી મારી છે. આ દેવુ હું ભરપાઈ કરી શકું તેમ નથી, મારા મિત્રો જેમણે મને ઉછીના નાણા આપ્યાં છે તેમનો હું પુરા મનથી આભાર માનું છું, તેમણે મને બહુ મદદ કરી છે. તેમના નામ અને નંબર મારા મોબાઈલમાં છે, હું તેમનો પુરા મનથી આભાર માનું છું કે, મારા ખરાબ દિવસોમાં તેમણે મને મદદ કરી છે. તેમના પૈસા પાછા આપી શકું તેમ મારી પરિસ્થિતિ નથી, તે વાતનું મને બહુ દુઃખ થાય છે.

હું હવે આ જિંદગીથી થાકી ગયો છું, આ દેવામાંથી બહાર નીકળવાના મેં ખૂબ પ્રયત્ન કર્યા છે, પણ હવે મને લાગતું નથી કે, હું આ દેવામાંથી બહાર નીકળી શકું. આથી છેલ્લે હું આત્મહત્યા કરું છું. જેની જવાબદારી મારી પોતાની છે. જેના માટે બીજું કોઈ જવાબદાર નથી તેમજ બીજા કોઈને જવાબદાર ગણી કોઈ પ્રકારની હેરાનગતિ કરશો નહીં. મારી છેલ્લી ઈચ્છા છે કે, મારી અંતિમ વિધિમાં શાંતિ જાળવશો. હું મારા કુટુંબને અને મારા મિત્રો તેમજ સગાને દુઃખી કરીને વિદાય લઈ રહ્યો છું, મને તે વાતનું દુઃખ છે પણ બધા મને માફ કરજો અને શાંતિથી તેમજ એકતામાં રહેજો.

મારા આ જીવન અને જીવનની ભૂલો માટે મને માફ કરજો, મારુ કુટુંબ અને સગા સંબંધી જેમ એકબીજાને સાથ સહકાર આપીને જીવો છો તેવો સાથ સહકાર હંમેશા રાખજો અને સર્વ પ્રકારના ખરાબ લોકોથી હંમેશા દૂર રહેજો અને એકબીજાને મદદ કરજો. તમે બધા મારા મનમાં હંમેશા હતા, છો અને રહેશો. અંતે મારા દેવ યહોવા બાપની હું માફી માંગુ છું’.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments