Homeગુર્જર નગરીઅમદાવાદઃ હાઉસિંગ સ્કીમ ઉભી કરીને કરોડોની છેતરપિંડી કરનારા ચારની ધરપકડ

અમદાવાદઃ હાઉસિંગ સ્કીમ ઉભી કરીને કરોડોની છેતરપિંડી કરનારા ચારની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં હાઉસિંગ સ્કીમ ઉભી કરીને પ્લોટ ધારકોના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લોકો સાથે છેતરપીંડી કરનાર ટોળકીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બનાવટી હાઉસિંગ સ્કીમ ઉભી કરી પ્લોટ ધારકોના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરતાં હતાં. જેમાં લોન લઈ ભરપાઈ ન કરનાર 8 લોકો વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામા ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ચાર શખ્સોની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ફરાર 4 આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર કૌભાંડની વાત કરીએ તો, ઇન્ડિયા હોમ લોન લિમિટેટ નામની હાઉસિંગ સ્કીમ મૂકી 32 પ્લોટ ધારકોના નામે 4 કરોડ 60 હજારની લોન મેળવી છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે દિલીપ શાહ, કલ્પેશ પ્રજાપતિ, પરબત રબારી, અને ઇન્ડિયા હોમ લોન કંપનીના તત્કાલીન મેનેજર ઋષભ યાજ્ઞિકની ધરપકડ કરી છે. આ ગુનાના મુખ્ય આરોપી પરબત રબારીએ બનાસકાંઠાના ભાભરમાં પ્લોટની સ્કીમો મૂકી ઓછી કિંમતે મકાન બનાવાની લાલચ આપી 32 લોકોના બનાવટી ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની લોન મેળવી છેતરપીંડી આચરી હતી.

coop rajkot

બિલ્ડર પરબત રબારીની સાથે ઇન્ડિયા હોમ લોનના તત્કાલીન મેનેજર ઋષભ યાજ્ઞિક અને વેલ્યુયર કલ્પેશ પ્રજાપતિએ દલાલ દિલીપ શાહની મદદથી 32 લોકોના બનાવટી દસ્તાવેજ અને પ્લોટના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી જમીનની ખોટી વેલ્યુ બતાવી લોન લીધી હતી. જે લોનના 6 કરોડ 18 લાખ ભરપાઈ કરવાના બાકી હોવાની તપાસ કરતા આ છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

coop ahmedabad

બેન્ક સાથે કરોડોની ઠગાઈના ગુનામાં 4 આરોપીની ધરપકડ કરવમાં આવી છે. પરંતુ બનાવટી દસ્તાવેજો કોની મદદથી તૈયાર કરવામાં આવ્યા અને અન્ય ફરાર 4 આરોપીના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલ લોનના રૂપિયા કઈ જગ્યાએ અને કોણે વાપર્યા તે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments