Team Chabuk-Gujarat Desk: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા માટે દાણીલીમડાના જ મહિલા કોર્પોરેટર દ્વારા તાંત્રિક સાથે વાતચીત કરતી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. વાઇરલ ઓડિયો ક્લિપમાં શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું હોવાનું કહે છે. મહિલા કોર્પોરેટર જમના વેગડા અને મહિલા તાંત્રિક વચ્ચેનો આ ઓડિયો ક્લિપ હોવાની ચર્ચા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષે ગંભીર નોંધ લીધી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ઓડિયો ક્લિપ મામલે તપાસ માટેના આદેશ આપ્યા છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા કોર્પોરેટર જમના વેગડાને નોટિસ આપી સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવશે. જો આ મામલે જમનાબેન દોષિત ઠરશે તો તેઓને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ પક્ષ દ્વારા કરવામાં આવશે.
વાંચો કથિત ઓડિયો ક્લીપ શબ્દશ:
માઃ હેલ્લો
જમના વેગડા: હા… મા
મા: હા જો એના પર પઢાઈ કરી. અને ઓલો ભાઈ છે પીળી કોટી વાળો..
જમના વેગડા: એ શૈલેષ પરમાર…
મા: હા એ શૈલેષ પરમાર છે એના પર વિધિ કરી નાખી છે હો મેં…
જમના વેગડા: હા અને નીચે રહ્યા ને જે એની નીચે
મા: હા..
જમના વેગડા: એ શહેજાદ ખાન પઠાણ છે.
મા: બે તમારા ફોટા છે અને એક જ ભાઈનો.. ભાઈનો એક જ ફોટો છે.
જમના વેગડા: ના ત્રીજો પણ મોકલાવ્યો છે.
મા: મોકલાવ્યોને… હા ચાલો જોઈ લઉ છું હો….
જમના વેગડા: હા જોઈ લેજો… જોઈને કહો મને.
મા: હા.. જોઈને કહું છુ હો…
જમના વેગડા: હા.. હા…
વચેટિયો: તો કરી નાખુ મા ?
મા: બીજો પણ આવ્યો છે ફોટો…આ… આવ્યો.. આવ્યો… હા…બોલો…
જમના વેગડા: એ છેને મારી સાથી કોર્પોરેટર છે મને બહુ જ હેરાન કરે છે. મને ક્યાય ગણતો નથી. અપમાન કરે છે.
મા: એ છેને બેટા પૈસાના પૂજારી છે અને તમારી મજાક ઉડાવી છે. તમને નથી ખબર.
જમના વેગડા: હા મારી મજાક ઉડાવી છે.
મા: તમારી મજાક ઉડાવી છે. એ પઠાણ છેને હરા#### છે એ..
જમના વેગડા: હા… હા..
મા: એ જે ડાયરેક્ટર છે એ પઠાણ જ છે બીજુ કોઈ નથી.
જમના વેગડા: હા..
મા: હજી પરમારને એટલી ખબર નથી પડતી. કઈ પણ એને.
જમના વેગડા: ના પરમાર રહ્યોને એ પણ નાલાયક છે. બહુ નાલાયક છે..
મા: એ છેને બંને જણાએ એક ગાંઠ બાંધી લીધી છે હવે.
જમના વેગડા: હા એ બંને રહ્યાને એ બંનેની સાઠગાંઠ છે. બંનેની.
મા: એ બંનેની એક જ ગાંઠ છે. અને ગમે તેમ કરીને નીચે પાડવા છે તમને.
જમના વેગડા: હા.. એ રહ્યોને શૈલેષ પરમાર એ ધારાસભ્ય છે. એ અહીંયા ત્રણ-ચાર ટર્મથી છે. અને ગઈ વખતે મને ટિકિટ મળી હતીને તો એણે મારો જે મોટો સાહેબ છેને એને કહ્યું કે મને નહીં લડાવોને તો હું આત્મહત્યા કરીશ.
મા: હા
જમના વેગડા: હા..અને મારું નામ કેન્સલ કરાવ્યું હતું અને એ લડ્યો હતો.
મા: બેટા એની નીતિ પણ ખારા ટોપરા જેવી છે. એની નીતિ સાવ ખરાબ છે એની.
જમના વેગડા: હા એવો જ છે.. એવો જ છે માડી. એવો જ છે.
મા: એની નીતિ સાવ ખરાબ છે. એ પૈસા સિવાય કોઈને ઓળખતા નથી. એ પૈસા હોયને તો બેટા એ ગમે તેની ## ## એવા છે. ### ### .
જમના વેગડા: હા બસ એવા જ છે માડી.
મા: અને હું દુવા કરુ છુ. બંને પર તાવીજ રાખી પઢાઈ કરુ છુ બંને ઉપર.
જમના વેગડા: એ બેઠો છે એમા મારે બેસવાનુ હતું ત્યાં એણે પૈસા આપીને મારું નામ કેન્સલ કરાવ્યું અને એ બેઠો.
મા: આ જે બેઠો છે એ ?
જમના વેગડા: હા આ જે બેઠો છે એ..
મા: કાઈ વાંધો નહીં તમે જુઓ તો ખરા… હો..
જમના વેગડા: હા
મા: આપણે કાય ફિકર કરવાની નથી થતી એના પર મને અડધી કલાક પઢાઈ કરવા દો.
જમના વેગડા: હા એ બંને પર કરજો.
મા: હા
જમના વેગડા: બંનેનો ખાતમો બોલવો જોઈએ.
મા: તમે જુઓ તો ખરા
જમના વેગડા: હા… હા..
મા: અમે વીંટળીએ એટલે એનું ભલું નહીં થાય. તમે જુઓ તો ખરા.
જમના વેગડા: હા
મા: એની પાછળ ઘણા છે એને હવા હોય તો કાઢી નાખે
જમના વેગડા: હા.. મા
મા: ભડાકો કરી નાખીશું એનો જો જો તો ખરા. એનાને એના જ દોસ્તાર એના ભડાકા કરશે જો જો તમે..
જમના વેગડા: હા બસ….
મા: તમે વ્યાધિ ન કરતા કઈ પણ…
જમના વેગડા: હા…. મા.. ખૂબ પઢાઈ કરો…
જો કે, આ ઓડિયો ક્લિપની ટીમ ચાબુક પુષ્ટિ નથી કરતું. સામે છેડે બોલતો વચેટિયો અને મા કોણ છે તેની પણ કોઈ સ્પષ્ટતા નથી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ શહેઝાદ ખાન પઢાણને અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા બનાવતા અમદાવાદ કોંગ્રેસમાં વિવાદ સર્જાયો હતો અને 10 જેટલા કોર્પોરેટરે રાજીનામા આપી દીધા હતા. એટલે કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે એ વાત નક્કી છે. જો કે, આ કાળા જાદુની વાત કેટલી સાચી છે તેનો ખુલાસો તપાસ બાદ થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે
- પીઠ અને શૉલ્ડરની બેસ્ટ એક્સસાઈઝ – બેન્ટ ઓવર રૉ એક્સસાઈઝ
- Writer’s odyssey: લખાયેલું સઘળું સાચું અને સાચું બધું કાલ્પનિક