Homeગુર્જર નગરીવેક્સિનનો બીજો ડોઝ નથી લીધો તો પોલીસ કરશે ફોન, જાણો કોણે લીધો...

વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો તો પોલીસ કરશે ફોન, જાણો કોણે લીધો નિર્ણય

Team Chabuk-Gujarat Desk: કોરોનાથી બચવા માટે વેક્સિનેશન એક જ ઉપાય છે ત્યારે લોકો વ્યક્તિના બંને ડોઝ લે તે માટે તંત્ર નવા-નવા પ્રયોગ કરી રહ્યું છે. જાગૃતિ અભિયાન સાથે વેક્સિન લેનારાઓ માટે લકી ડ્રોનું પણ અયોજન થઈ રહ્યું છે. જો કે, છતાં લોકો વેક્સિન ન લેતા હોવાથી હવે તંત્રએ પોલીસની મદદ લીધી છે.

માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેક્સિનેશન કાર્યક્રમ અને લોકોને બીજો ડોઝ લેવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂબ પ્રયત્નો પછી પણ લોકો વેક્સિન લેતા નહોતા. જેને પગલે લોકો ડરીને વેક્સિન લે તેના માટે કોર્પોરેશને પોલીસનો સહારો લીધો છે. કોરોના વેક્સિન લેવા માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે. કોર્પોરેશને પોલીસને લિસ્ટ પણ આપી દીધું છે.

કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે, તેમને જાણ કરવા માટે અમદાવાદ પોલીસની મદદ લીધી છે. જેના માટે અંદાજે 6 લાખ લોકોનું લિસ્ટ પોલીસને આપવામાં આવ્યું છે. જેઓને પોલીસ ફોન કરી વેક્સિન લેવા જાણ કરશે. ઉપરાંત પોલીસવાન દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ પણ કરશે. જેણે બીજો ડોઝ નથી લીધો તેને જે તે સ્થાનિક પોલીસ દ્વારા ફોન કરી અને વેક્સિનનો બીજો ડોઝ લઇ લો તેવું જણાવવામાં આવશે.

આ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર લોકોને ફોન કરી અને વેક્સિન લેવા માટે જાણ કરતું હતું જો કે, આ બાદ પણ અનેક લોકોએ વેક્સિન લીધી નથી. તંત્રને આશા છે કે, પોલીસના ડરથી  લોકો વેક્સિન સેન્ટર સુધી પહોંચશે અને રસીકરણ કરાવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments