Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક શિક્ષકની કાળી કરતૂતો સામે આવી છે. શહેરના મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના શિક્ષકે 9માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કર્યા. આ શિક્ષક સગીર વિદ્યાર્થિનીઓને આઈ લવ યુ, આઈ મિસ યુ, મારે તને મળવું છે સહિતના અનેક મેસેજ પણ કરતો હતો. આ અંગે વાલીઓએ સ્કૂલમાં રજૂઆત પણ કરી હતી જો કે, પગલાં ન લેવાતા આખરે વાલીઓ જ સ્કૂલે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. હવે સ્કૂલે કમિટી બનાવી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

આરોપ છે કે, શહેરના મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં શરૂઆતથી જ રવિરાજસિંહ ચૌહાણ નામનો પીટી ટીચર વિદ્યાર્થિનીઓને હેરાન કરતો હતો. તે ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરતો. શરૂઆતમાં સામાન્ય મેસેજ હોવાથી વિદ્યાર્થિનીઓ વાતચીત કરતી. જો કે, વિદ્યાર્થિની જેમ વધુ વાત કરતી તેમ રવિરાજસિંહના બદ ઈરાદા સામે આવતા.
આ અંગે વિદ્યાર્થિનીએ કહ્યું કે, સ્કૂલ શરૂ થયાના 1 મહિના બાદ જુલાઈ મહિનાથી જ સરના મેસેજ આવતા. શરૂઆતમાં સામાન્ય મેસેજ હતા. જે બાદ સોશિયલ મીડિયામાં ફોટો પર અલગ અલગ ઇમોજી મોકલવાના શરૂ કર્યા. આઈ લવ યુ, સેન્ડ મી યોર હોટ પિક્સ જેવા મેસેજ કર્યા. ત્યાર બાદ અમે ટ્રોમામાં આવી ગયા અને સ્કૂલે આવતા ડર લાગવા લાગ્યો. કસરત કરતા અમે બેસીએ તો અમારી સામે જોઈ રહે. અમે અમારા મેડમને રજુઆત કરી પરંતુ મેડમે કોઈ પગલાં ના લીધા. ઘણી છોકરીઓને મેસેજ કર્યા છે. પરંતુ કોઈ સામે આવતું નથી. આ સરને સ્કૂલમાં ના રાખવા જોઈએ.

અન્ય વિદ્યાર્થિનીએ કહ્યું, અમે હાઈસ્કૂલમાં આવતા જ મેસેજ કરવાનું ચાલુ કર્યું. મારા પિતા ના હોવાની ખબર પડતાં મને કહ્યું કે તારા હોટ ફોટો મોકલ. આપણે એકલામાં મળીએ, એકલામાં બેસીએ. એક પણ છોકરીને નથી છોડી. પ્રિન્સિપાલ મેડમે ખાલી વોર્નિંગ આપીને છોડી દીધા. કોઈ રેપ થાય પછી થોડી એક્શન લેવાના હોય.
તો એક વાલીએ કહ્યું, છેલ્લા 3 મહિનાથી મારી દીકરીને હેરાન કરવાના આવતી. પીટીના શિક્ષક જ મેસેજ કરતા. બીભત્સ મેસેજ કરીને બીભત્સ માંગણીઓ કરતા. અમે સ્કૂલને રજૂઆત કરી છે. સ્કૂલ કોઈ પગલાં લે તેવી અમારી માંગણી છે. સ્કૂલ પગલાં નહિ લે તો અમે પોલીસ ફરિયાદ કરીશું.
સ્કૂલના મેનેજર ફ્રાન્સિસ મેકવાને જણાવ્યું હતું કે, શરૂઆતમાં 2-3 છોકરીએ ફરિયાદ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર ગમે તેવા મેસેજ કર્યા હતા. અમને જાણ થતાં અમે ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી બનાવી છે. તે કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ અમે કાયદાકીય પગલાં લઈશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
