Homeગુર્જર નગરીસ્કૂલવાન સાથે ધડાકાભેર અથડાઈ કાર, રસ્તા પર ગૂંજી બાળકોની ચિચિયારી, અકસ્માત CCTVમાં...

સ્કૂલવાન સાથે ધડાકાભેર અથડાઈ કાર, રસ્તા પર ગૂંજી બાળકોની ચિચિયારી, અકસ્માત CCTVમાં કેદ

Team Chabuk-Gujarat Desk: સુરતના અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો..સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારે સ્કૂલવાનને ટક્કર માર્યા બાદ સ્કૂલવાન 10 ફૂટ સુધી ઢસડાઈ ગઈ હતી અને ત્યારબાદ પલટી મારી ગઈ હતી અને અકસ્માતના પગલે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે જ્યારે અન્ય બાળકોને પણ નાનીમોટી ઇજાઓ થઈ છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે આવે છે અને વાન સાથે ટકરાય છે. ત્યારબાદ વાન પલટી જાય છે.

વાનચાલક પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાએ મુકવા જઈ રહ્યો હતો. જો કે, તેઓ સ્કૂલે પહોંચે તે પહેલાં તેમને મોટું વિધ્ન નડ્યું હતું. અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે વિદ્યાર્થીઓની ચિચિયારીથી સમગ્ર રસ્તો ગુંજી ઉઠ્યો હતો. બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. બીજી તરફ તાત્કાલિક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ પહોંચાડાય હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ કેટલાક વિદ્યાર્થીને રજા આપી દેવાઈ હતી જ્યારે કેટલાક વિદ્યાર્થીને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments