Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના ડીસા શહેરમાંથી મોડી રાત્રે યુવકના અપહરણ બાદ તેનો છુટકારો થયો છે. ડીસા શહેરમાંથી મોડી રાત્રે યુવકનું અપહરણ થયું હતું. એક્ટીવા પર મિત્રો સાથે જઈ રહેલા યુવકનું પ્રેમપ્રકરણની અદાવતમાં સ્વીફ્ટ કારમાં આવેલ છ શખ્સોએ અપહરણ કર્યુ હતું. બનાવને પગલે પોલીસે અપહરણકારોની ચુંગલમાંથી યુવકને છોડાવી છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ડીસાની સ્ટ્રોબેરી સોસાયટીમાં રહેતા ઋત્વિક ઠક્કર નામનો યુવક રાત્રે તેના બે મિત્રો સાથે એક્ટીવા પર પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પણ ગયો હતો. આ દરમિયાન પરત ફરતી વખતે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર ચાલકે એક્ટિવાને આંતરીને ત્રણે યુવકને ઉભા રાખ્યા હતા. બાદમાં કારમાંથી ઉતરેલા 6 શખ્સો બળજબરીપૂર્વક ઋત્વિક નામના યુવકને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઋત્વિકના મિત્રોએ ઘટના અંગે તેના પિતાને જાણ કરતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી યુવકને અપહરણકારોના ચૂંગલમાંથી છોડાવ્યો હતો. યુવકનો છુટકારો થતા તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો
તપાસમાં સામે આવ્યું હતું કે, ઋત્વિકના મામાના દીકરાએ અપહરણ કરનારા આરોપી ઉમંગ ઠક્કરની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેની અદાવત રાખી ઉમંગ સહિત 6 શખ્સોએ ઋત્વીકનું અપહરણ કર્યું હતું. આ કેસમાં લાખણીના કોટડા- ધુણસોલ ગામે રહેતા ઉમંગ ઠક્કર, વાસુ ઠક્કર સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત