Homeગામનાં ચોરે‘વિરાટ’ વિદાય: જાણીને ચોંકી જશો, વિરાટ આટલા રાષ્ટ્રપતિનો રહી ચુક્યો છે ‘બોડીગાર્ડ’

‘વિરાટ’ વિદાય: જાણીને ચોંકી જશો, વિરાટ આટલા રાષ્ટ્રપતિનો રહી ચુક્યો છે ‘બોડીગાર્ડ’

Team Chabuk-National Desk: રાષ્ટ્રપતિના કાફલાના વિશેષ ઘોડા વિરાટને આજે નિવૃતિ અપાઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે વિરાટને ભાવુક વિદાય આપી સાથે જ વિરાટનું પ્રેસિડેન્ટ બોડીગાર્ડના ચાર્જર તરીકે ભારતીય સેનાએ વિશેષ સમ્માન પણ કરાયું. વિરાટને તેમની યોગ્યતાઓ અને સેવાઓ માટે ચીફ ઓફ આર્મી સ્ટાફે કોમનડેશન કાર્ડથી સમ્માનિત કર્યો હતો. વિરાટ આ પ્રશસ્તિ પત્ર મેળવનાર રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલાનો પ્રથમ ઘોડો છે.

વિરાટ એક માત્ર એવો ઘોડો છે જે છેલ્લા 13 વર્ષથી સેવામાં હતો. વિરાટને તેમની નિસ્વાર્થ અને ઉત્કૃષ્ટ સેવા માટે સમ્માનિત કરવામાં આવ્યો છે. વિરાટને છેલ્લા 13 વર્ષથી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિઓની સાથે-સાથે હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઔપચારિક પરેડોમાં અનુગ્રહ અને ગૌરવ સાથે એસ્કોટ કરવાનું ગૌરવ પ્રાપ્ત છે.

વિરાટને હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પ્રણવ મુખર્જીની ઔપચારિક પરેડોમાં અનુગ્રહ અને ગૌરવની સાથે એસ્કોટ કરવાનું ગૌરવ પ્રાપ્ત છે. 

ઉલ્લેખનીય છે કે, વિરાટ રિમાઉંટ ટ્રેનિંગ સ્કૂલ હેમપુરથી 2003માં રાષ્ટ્રપતિના અંગરક્ષક પરિવારમાં સામેલ થયો હતો. હોનોવેરિયન નસ્લનો આ ઘોડો પોતાના નામ અનુસાર જ ખુબ જ સીનિયર, અનુશાસિત અને આકર્ષક રંગરૂપનો છે. એક અધિકારીએ વિરાટને લઈને જણાવ્યું કે, 2021માં ગણતંત્ર દિવસ પરેડ અને બીટીંગ ધ રિટ્રીટ સમારોહ દરમિયાન ઘોડાએ તેની વૃદ્ધાવસ્થા હોવા છતાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments