Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ફરી એકવાર પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પર થતાં અત્યાચાર અને પતિના અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ તેની સાથે શારિરીક સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. તેનો આરોપ છે કે, જ્યારે તે બીમાર હોય ત્યારે પણ તેનો પતિ શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરે છે. આ મામલે પરિણીતાએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરણિતાનો એ પણ આરોપ છે કે, તેના પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. આ મુદ્દે પરણિતાએ અનેકવાર પતિને ટકોર કરી હતી જો કે, જ્યારે આ વાત તે પતિને કહી તો પતિ તેને ધમકી આપી અને કહેતો કે, આવું બધુ તો થશે જ. એટલું જ નહીં અન્ય સ્ત્રી સાથેના સંબંધમાં તેના સાસુ સસરા પણ તેના પતિને સાથ આપતા હોવાનો પરણિતાએ આરોપ લગાવ્યો છે. પરણિતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, અન્ય સ્ત્રી સાથેના સંબંધ વિશેની વાત જ્યારે તેણે સાસુ-સસરાને કરી તો તેમણે પણ કહી દીધું કે, અમને તો પહેલાથી જાણ છે. તારે સહન કરવું પડશે. મારો દીકરો નહીં સુધરે.

મળતી માહિતી મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોતાના કાકાને ત્યાં રહેતી યુવતીના લગ્ન 14 જાન્યુઆરી, 2021ના રોજ જુહાપુરામાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી બંને વચ્ચે તકરાર શરૂ થઇ ગઇ હતી. આરોપ છે કે, પરણિતા સાથે તેનો પતિ અવારનવાર ઝઘડો કરતો હતો અને વાતવાતમાં તેને અપશબ્દો બોલી અપમાનીત કરાતી હતી. ઘરમાં જ્યારે તેણી સાથે મારઝુડ કરવામાં આવતી હોય ત્યારે તેના સાસુ સસરા પણ પોતાના દીકરાને રોકવાની જગ્યાએ આંખ આડા કાન કરતાં હોવાનો આરોપ છે. આ ઉપરાંત પરણિતાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ તેને નોકરીએ જવા માટે પણ દબાણ કરતો હતો. પતિ તેને કહેતો કે, તારું પૂરું થતું નથી. તું કમાવા જા.
આ કેસમાં પોલીસે પરણિતાના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે. પરણિતા પર અત્યાચારના આરોપમાં હવે પતિની સાથે પરણિતાના સાસુ સસરાને પણ જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત