Team Chabuk-Gujarat Desk: સુરતના મહિધરપુરામાં કંસારા શેરીમાં ત્રણ લૂંટારુઓ સોનાના વેપારી પાસેથી દોઢ કરોડથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. લૂંટારૂઓએ ચપ્પુ જેવું હથિયાર બતાવીને થેલો ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. લૂંટની આ ગટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. એસીપી બી. એમ. વસાવાએ જણાવ્યું હતું કે, પોલીસને હાલ લૂંટ અંગેની જાણ કરવામાં આવી છે. જેથી પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોધવાથી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મોપેડ પર આવેલા ત્રણ યુવકો તેમના ચહેરા પર માસ્ક બાંધ્યા હતાં. પાછળ બેઠેલાએ ચહેરો ન દેખાય તે માટે લાંબો રૂમાલ પણ બાંધ્યો હતો. લૂંટારૂઓએ ચપ્પુ જેવું હથિયાર બતાવીને થેલો લૂંટી લીધો હતો.CCTVમાં જોઈ શકાય છે કે, લૂંટારૂઓ સફેદ કલરની એક્ટીવા પર આવે છે. ત્યારબાદ લૂંટ કરીને આરામથી મોપેડને યુ ટર્ન કરી નાસી જાય છે.
સમગ્ર ઘટના મુદ્દે એસીપી બી. એમ. વસાવાએ જણાવ્યું હતું કે, લૂંટ થયાનો કોલ મળ્યો હતો. તેની તપાસ ચાલુ છે. લૂંટમાં શું લૂંટાયું તે અંગે મૌન સેવતા વસાવાએ ઉમેર્યું કે, હાલ ફરિયાદ નોધવાની કામગીરી ચાલે છે. ક્યા વેપારી હતા અને થેલામાં શું હતું તે અંગેની તપાસ ચાલુ છે.
પોલીસ સૂત્રો કહે છે કે, એક સોની લગભગ દોઢ કરોડના સોનાની ડિલિવરી આપી રોકડ રૂપિયા લઈ ઓફિસે જવા નીકળ્યો હતો. ત્યારે કંસારા શેરીમાંથી પસાર થતી વખતે બાઇક સવાર શખ્સોએ તેને આંતરીને લૂંટ કરી હતી. બીજી તરફ ભરબપોરે લૂંટ થતાં લોકોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત