Team Chabuk-Gujarat Desk: અમરેલી તાલુકાના દેવળિયામાં વાવમાં ખોદકામ દરમિયાન ભવ્ય શિવમંદિરના અવશેષો મળી આવ્યા છે. આ વાવમાંથી વર્ષ 2006માં શિવલિંગ મળ્યું હતું. ગામના લોકોનું કહેવું છે કે, શાસ્ત્રો અનુસાર શિવલિંગની અન્ય જગ્યાએ સ્થાપના ન કરી શકાય જેને લઈને શિવલિંગ ત્યાં જ રખાયું હતું.
તાજેતરમાં જ ગામના સરપંચ ભાવનાબેન અને તેમના પતિ નાથાલાલ સુખડિયાએ વાવની સાફસફાઈનો મુદ્દો ગ્રામ સભામાં મુક્યો હતો. ત્યારબાદ વાવની સાફ સફાઈ કરવાનું નક્કી થયું હતું. વાવમાં ખોદકામ કરતા પ્રથમ 28 ફૂટે અને ત્યારબાદ ૪૨ ફુટ જેટલો ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં 10 ફૂટ પહોળી અને 14 ફૂટની ઊંચાઈની કમાનો જોવા મળી હતી.
આ અદ્યતન શિવાલય આજથી પાંચસો વર્ષ જૂનો હોવાનો દાવો કરાયો છે. મંદિરમાં જોઈ શકાય છે કે, તમામ દીવાલો પર કલાત્મક નકશીકામ છે. ઉપરાંત દરવાજાઓ પર પણ સુંદર કોતરણી જોવા મળી છે. જે આજે પણ અકબંધ છે ખંડિત નથી થઈ. મંદિરમાં હજુ અડધું જ કામ થયું હોવાનો દાવો છે. કોઈ કારણોસર કામ પૂર્ણ કરાયા પહેલાં જ મંદિર દાટી દેવાયું હોવાનું અનુમાન છે.
આ ગામ પણ 500 વર્ષ પૂર્વે બંધાયેલું હોવાનું પણ એક અનુમાન છે. આ અતિ પૌરાણિક વિરાસતની જાણ જિલ્લા કલેકટર અને ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. કલેક્ટરે મુલાકાત લઈ પુરાતત્વ વિભાગને જાણ કરવાની પણ ખાતરી આપી છે. જેથી આગામી સમયમાં આ સ્થળ વિશે પણ ઈતિહાસના પાનાઓ ખુલી શકે છે.
લોકોએ કહ્યું કે, પૌરાણિક અને ઐતિહાસિક વિરાસત અમરેલી જિલ્લામાં ખોદકામ દરમિયાન આ પ્રથમ જ હશે જેનું ગૌરવ સમગ્ર જિલ્લાને છે પરંતુ મહામૂલી વિરાસતનું જતન થાય અને પુરાતત્વ વિભાગ અને સરકાર સહયોગ આપે તેવી આશા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત