Team chabuk-Gujarat Desk: એક તરફ રાજ્ય સરકાર ડિજિટલ શિક્ષણ, ડિજિટલ ક્લાસરૂમની વાતો કરી રહી છે ત્યારે અમરેલીના રાજુલામાં શિક્ષણ વિભાગ માટે અત્યંત શરમજનક ઘટના બની. રાજુલામાં કન્યા શાળા નંબર-1માં ચાલુ વર્ગ ખડમાં વિધાર્થિનીઓ પર છતમાંથી પોપડા પડ્યા. જેમાં 2 વિધાર્થિની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ.
રાજુલા શહેરમાં આવેલી કન્યા શાળા નંબર-1માં પોપડા પડતાં વિદ્યાર્થિનીઓ અને શિક્ષકમાં દોડધામ મચી ગઈ હતી. ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ વર્ગ ખંડમાં અભ્યાસ કરતી હતી ત્યારે જ છત પરથી ધડાકાભેર પોપડા પડ્યા હતા. જેમાં બે વિદ્યાર્થિની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાંથી એક વિદ્યાર્થિનીને ભાવનગર અને બીજી વિદ્યાર્થિનીને સારવાર માટે મહુવા લઈ જવાઈ હતી.
સમગ્ર ઘટના બાદ કન્યા શાળાના આચાર્યની અચાનક જ આંખ ખુલી ગઈ છે ! તેમણે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત કહી. તેઓએ કહ્યું હતું કે, હવે આ શાળાના બિલ્ડિંગમાં વિધાર્થિનીઓને નહીં બેસાડવામાં આવે વિદ્યાર્થિનીઓને અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે. આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ કહ્યું કે, વિદ્યાર્થિનીઓને અન્ય જગ્યાએ બેસાડવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહીં તેમણે એવો પણ દાવો કર્યો કે, જિલ્લામાં અન્ય કોઈ શાળા જર્જરિત નથી.
શાળાના આચાર્યએ કહ્યું કે, આ બિલ્ડિંગ 60 વર્ષ જૂનું છે. જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે કે આટલું જૂનું બિલ્ડિંગ હોવાની જાણ હોવા છતાં શા માટે વિદ્યાર્થિનીઓનો જીવ જોખમમાં મુકાયો. એટલું જ નહીં જિલ્લા શિક્ષણાધિકારીના દાવા સામે પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે, આવી તો અનેક શાળા જર્જરિત છે. ખાસ કરીને જાફરાબાદમાં વિદ્યાર્થીઓને જર્જરિત શાળામાં અભ્યાસ માટે જવું પડી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત