Homeગુર્જર નગરીપૂજ્ય બનુઆઈની પાલખીયાત્રા યોજી અંતિમ વિદાય આપવામાં આવી

પૂજ્ય બનુઆઈની પાલખીયાત્રા યોજી અંતિમ વિદાય આપવામાં આવી

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના સોનલધામ મઢડા મંદિરના પુજ્ય બનુઆઈ 93 વર્ષની વયે દેવલોક પામ્યા. સમાધિ પૂર્વે તેમના પાર્થિવ દેહની અંતિમ ઝાંખી કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બાદમાં બપોરના સમયે બેન્ડવાજા સાથે પાલખીયાત્રા યોજી તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમની અંતિમ વિદાય સમયે પણ ભક્તજનો ગળગળા થઈ ગયા હતા.

જૂનાગઢના સોનલધામ મઢડા મંદિરના પુજ્ય બનુઆઈ 93 વર્ષની વયે દેવલોક પામ્યા. આ સમાચાર જ્યારે સામે આવ્યા ત્યારે સૌ લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર પણ બનુઆઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના જૂના વીડિયો શેર કરી તેમની યાદને તાજી કરવામાં આવી હતી.

તેઓ દેવલોક પામ્યા હોય તેના સમાચાર જોતજોતામાં ગુજરાત આખામાં પ્રસરી ગયા હતા અને કેટલાય ભાવકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ ગુજરાત બહાર વસતા ચારણ સમાજમાં પણ શોકની લહેર પ્રસરી ગઈ હતી. જણાવી દઈએ કે પૂજ્ય બનુઆઈ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. પૂજ્ય બનુઆઈના દર્શનની તક ચૂકી ન જવાય એ માટે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

બનુઆઈની પાલખી યાત્રા અને સમાધિ સમયે ભારતી બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. બનુઆઈને તેમના પરિવારજનો, ભાજપના સાંસદ રમેશભાઈ ધડુક, આપ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત અનેક અગ્રણીઓએ પણ મઢડા પહોચી પુષ્પાંજલિ આપી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments