Homeગુર્જર નગરીમાનવભક્ષી સિંહણઃ 15 વર્ષીય કિશોરનો શિકાર કર્યો, અડધુ શરીર ખાઈ ગઈ, JCBની...

માનવભક્ષી સિંહણઃ 15 વર્ષીય કિશોરનો શિકાર કર્યો, અડધુ શરીર ખાઈ ગઈ, JCBની મદદથી મૃતદેહને સિંહણ પાસેથી છોડાવાયો, આખરે પાંજરે પુરાઈ

Team Chabuk-Guajrat Desk: અમરેલી જિલ્લામાં 15 વર્ષીય કિશોરનો શિકાર કરનારી સિંહણ અને તેના 4 બચ્ચાં પાંજરે પુરાયા છે. ભારે જહેમત બાદ વહેલી સવારે સિંહણને પાંજરે પુરવામાં આવી હતી. માનવભક્ષી સિંહણ પાંજરે પુરાતા વન વિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

અમરેલી જિલ્લામાં મધરાતે સિંહણે 15 વર્ષીય કિશોરનો શિકાર કર્યો હતો. એટલું જ નહીં સિંહણ બાળકનું અડધું શરીર ખાઈ પણ ગઈ હતી. પરપ્રાતિય પરિવાર વાડીમાં સુતો હતો ત્યારે અચાનક ચાર સિંહબાળ સાથે સિંહણ આવી ચઢી હતી અને કિશોરને ઉઠાવી લીધો હતો. ડરી ગયેલા પરિવારે જાણ કરતા રાજુલા રેન્જના RFO, પોલીસ અને SRP જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે, રોષે ભરાયેલી સિંહણ કિશોરને છોડવા તૈયાર નહોતી ત્યારે JCBની મદદથી અડધા કલાક બાદ મૃતદેહને છોડાવ્યો હતો.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવડી ગામમાં પરપ્રાતિય પરિવાર ખેત મજૂરી કરવા અર્થે આવ્યો હતો. ગતરાત્રે વાડીમાં પરિવાર સુતો હતો ત્યારે શિકારની શોધમાં ચાર સિંહબાળ સાથે સિંહણ આવી હતી. સિંહણે આક્રમક રીતે 15 વર્ષીય રાહુલ સુમરસિંગ મસણીયા નામના કિશોરને ઉઠાવી લીધો હતો. પરિવારે કિશોરને છોડાવનાનો પ્રયત્ન કરતા સિંહણે પરિવાર પર પણ હુમલો કર્યો હતો, જેથી પરિવાર ડરનો માર્યો દુર ભાગી ગયો હતો.

બીજી તરફ વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર હોવાથી રાજુલા રેન્જના RFO યોગરાજ સિંહ, ટ્રેકરો, પોલીસ અને SRPના જવાનોની મદદ લઇને દોડી આવ્યા હતા. રાજુલા રેન્જના RFOનો કાફલો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે સિંહણ કિશોરને ચૂંથી રહી હતી. જેમણે છોડાવવાનો પ્રયત્ન કરતા તેમના પર પણ સિંહણે હુમલો કર્યો હતો. જેથી ગામમાંથી JCB બોલાવી તેની આડમાં અડધા કલાકની મહેનત બાદ કિશોરના મૃતદેહને સિંહણથી દૂર કરાયો હતો. ત્યારબાદ વહેલી સવારે સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments