Homeસિનેમાવાદકોમામાં સરી પડેલા રાજુને અમિતાભ બચ્ચનનો ઓડિયો સંભળાવાતો, વધી ગઈ હતી બોડીની...

કોમામાં સરી પડેલા રાજુને અમિતાભ બચ્ચનનો ઓડિયો સંભળાવાતો, વધી ગઈ હતી બોડીની મૂવમેન્ટ, બીગ બીએ કહી હતી આ વાત

Team Chabuk-Entertainment Desk: ડૉક્ટર અને પરિવારજનો તેમજ તેમના ચાહકોને આશા હતી કે રાજુ જલદી સ્વસ્થ થશે અને ઘરે પરત ફરશે. તાજેતરમાં જ હોસ્પિટલના ડૉક્ટરે પરિવારને કહ્યું હતું કે રાજુ ભલે પ્રતિક્રિયા ના આપે, પરંતુ તે આસપાસનો અવાજ સાંભળે છે. જો તેમની કોઈ પ્રિય વાત કે અવાજ તે સાંભળશે તો મગજ વધુ સક્રિય થશે. રિકવરીમાં સરળતા રહેશે.

ત્યારબાદ પરિવારજનોએ પણ રાજુને સ્વસ્થ કરવા માટે અનેક પ્રયત્નો કર્યા. તેમના પરિવારને જાણ હતી કે, રાજુ અમિતાભ બચ્ચનને પોતાના આદર્શ માને છે. રજુને અમિતાભ બચ્ચનનો અવાજ ગમે છે. જેને લઈ પરિવારજનોએ અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો હતો અને રાજુની તબિયત વિશે માહિતી આપી હતી. સાથે જ ડોક્ટરે કહેલી વાત પણ જણાવી હતી.

બિગ બીની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે અમિતાભ રાજુને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી તેમણે ફોન પર મેસેજ મોકલ્યા છે. પરિવારે ફોન જોયો તો અમિતાભના 10 મેસેજ વાંચ્યા વગરના હતા. પરિવારે પછી બિગ બીને વિનંતી કરી કે તે આ જ મેસેજ ઑડિયોમાં મોકલે, જેથી રાજુને સંભળાવી શકાય. ત્યારબાદ પાંચ મિનિટની અંદર બિગ બીએ એક ઑડિયો મેસેજ મોકલ્યો હતો.

અમિતાભ બચ્ચને ઓડિયોમાં મેસેજમાં કહ્યું હુતં કે, ‘રાજુ ઊઠ, બસ હવે બહુ થયું. હજી બહુ જ કામ કરવાનું છે. જલ્દીથી ઊઠી જા અને બધાને હસાવતો રહે.’ રાજુ શ્રીવાસ્તવના પ્રવક્તાએ કહ્યું હતું કે બિગ બીના ઑડિયો મેસેજથી બૉડીમાં મૂવમેન્ટ વધી હતી.

whatsapp group join link



તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments