Homeગુર્જર નગરીભારે ગતિશીલ ગુજરાત: ગુજરી ગયેલા 72 વર્ષીય વૃદ્ધને રસીનો બીજો ડોઝ આપી...

ભારે ગતિશીલ ગુજરાત: ગુજરી ગયેલા 72 વર્ષીય વૃદ્ધને રસીનો બીજો ડોઝ આપી દીધો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતનું વહિવટી તંત્રના કાર્યનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. કદાચ વિશ્વમાં ગુજરાત એક માત્ર એવી જગ્યા હશે જ્યાં આટલી મોટી ભૂલ થઈ ગઈ. આ ભૂલ ઉપર હસવું કે રડવું એ નક્કી કરવાની જવાબદારી ચાબુક તમારા શીરે થોપે છે.

ગુજરાતમાં કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય જોમજોમ ચાલી રહ્યું છે. એ પછી અમદાવાદમાં એપોલોની એક હજારની રસી હોય કે સરકારી રસી હોય. આ રસીકરણના પૂરપાટ વેગે ચાલતા કાર્યમાં એક 72 વર્ષીય વૃદ્ધના મોબાઈલમાં એવો મેસેજ આવ્યો કે આપને સફળતાપૂર્વક કોરોનાની બીજી વેક્સિનનો ડોઝ અપાઈ ગયો છે. આશ્ચર્યની વાત તો એ હતી કે બીચારા પેલા દાદા ગુજરી ગયા હતા તો પછી આણંદના તંત્રએ તેમને રસી કેવી રીતે આપી દીધી? જોકે બાદમાં આરોગ્ય વિભાગે ભૂલથી થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.

જેમની સાથે આ ઘટના બની તેઓ આણંદ શહેરની શારદા અંગ્રેજી મીડિયમ શાળાના પ્રાથમિક શાળાના આચાર્ય હતા. આચાર્ય રાવજીભાઈ છોટાભાઈ પટેલનું તારીખ 23 માર્ચ 2021ના રોજ નિધન થયું હતું. જોકે નિધન પહેલા તેમણે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો હતો. ત્રીજી માર્ચના રોજ 11-28 કલાકે નહેરૂબાગ પીપી યુનિટમાં તેમને પ્રથમ ડોઝ લીધાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બીમારીમાં પટકાતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

રાવજીભાઈના નિધન બાદ તેમના મોબાઈલ પર 28મી તારીખના રોજ 10-35 વાગ્યાની આસપાસ સંદેશ આવ્યો હતો કે તેમણે સફળતાપૂર્વક રસીનો બીજો ડોઝ લઈ લીધો છે. જોકે બાદમાં આરોગ્યખાતા દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે આ શરતચૂકથી થયેલું છે. હકીકતે ગુજરાતમાં વેક્સિનનું કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments