Team Chabuk-Gujarat Desk: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી છે. આ બોટમાં હથિયાર, દારૂગોળો મળી આવ્યો છે. આ સાથે 40 કિલો નાર્કોટીક્સ પણ મળી આવ્યું છે. જેની બજાર કિંમત અંદાજે 300 કરોડ રૂપિયા થાય છે. 25 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન, ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર, ICG એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન (IMBL) ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે તેના ICGS અરિંજય જહાજને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 26 ડિસેમ્બરે વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી હતી.
બાદમાં ભારતીય કોસ્ટગાર્ડની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં પાકિસ્તાની બોટમાં સવાર થઈ હતી. તપાસ દરમિયાન ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તપાસ કરતા અંદરથી હથિયારો, દારૂગોળો અને 300 કરોડ રૂપિયાનો માદક પદાર્થ મળી આવ્યો હતો. ત્યારબાદ કોસ્ટગાર્ડે બોટ અને ક્રૂની ધરપકડ કરી છે. વધુ તપાસ માટે બોટને ઓખા લાવવામાં આવી રહી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમું સંયુક્ત ઓપરેશન છે. ગુજરાતમાંથી ડ્રગ્સની ઘુષણખોરીની ઘટનાઓ સામે આવ્યા બાદ એટીએસ ખુબ એક્ટિવ થઈ ગઈ છે. આ ગાળામાં 44 પાકિસ્તાની, 7 ઈરાની લોકો, 1930 કરોડ રૂપિયાનું 346 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત