Homeગુર્જર નગરીપોરબંદર જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ રૂ.૭૬૫.૮૦ કરોડની સહાય ચુકવવામાં આવી: બાબુ...

પોરબંદર જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ રૂ.૭૬૫.૮૦ કરોડની સહાય ચુકવવામાં આવી: બાબુ બોખીરીયા

Team Chabuk-Gujarat Desk: “કિસાન સન્માન દિવસ” નિમિતે કચ્છ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાત પગલા ખેડૂત કલ્યાણના યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ અને કિશાન સુર્યોદય યોજનાનુ લોકાર્પણ કરાયુ હતુ. જે અંતર્ગત પોરબંદર જિલ્લાનાં ઇશ્ર્વરીયા ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં ધરતીપુત્રોને સાધન સહાય વિતરણ કરાઇ હતી. 

આ ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિ મહેર સમાજ કુછડી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરાની ઉપસ્થિતિમાં રામ સમાજ મોકર તથા પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલાની ઉપસ્થિતિમાં મહેર સમાજ અડવાણા ખાતે કિસાન સન્માન દિવસ અંતર્ગત લાભાર્થી ધરતી પત્રોને ખેત ઓજારોની સહાય વિતરણ તથા ચેક વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતુ.

સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત સહાય વિરતણ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યું કે, કિસાન સુર્યોદય યોજના થકી ખેડૂતોને દિવસે વિજળી મળશે. જેથી ખેડૂતો રાતનો સમય પોતાના પરિવાર સાથે વિતાવી શકશે. પ્રાકૃતિક ખેતીએ આજના સમયની માંગ છે. આ માટે સરકાર તાલીમ અને આર્થિક સહાય પુરી પાડે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્રારા છેલ્લા પાંચ વર્ષમાં પોરબંદર જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ રૂ.૭૬૫.૮૦ કરોડની સહાય ચુકવવામાં આવી છે. ખેડૂતોની આવક ડબલ થાય તે માટે ખેડૂતહિત લક્ષી કાર્યો કરવામાં આવે છે.   

મહેર સમાજ કુછડી ખાતે યોજાયેલ સાધન સહાય વિતરણ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરાએ કહ્યું હતું કે, પોરબંદર જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્રારા કાર્યરત વિભિન્ન પ્રકારની ખેડૂતહિત લક્ષી યોજનાઓનો લાભ પોરબંદર જિલ્લાના ધરતી પુત્રોને મળે છે. સરકાર દ્રારા મળતી આર્થિક સહાય સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments