Homeગુર્જર નગરીસરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવીને ખેડૂતોની આવક બમણી કરવા પ્રકલ્પો પ્રાપ્ત કર્યા...

સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવીને ખેડૂતોની આવક બમણી કરવા પ્રકલ્પો પ્રાપ્ત કર્યા છે: કિશોર કાનાણી

Team Chabuk-Gujarat Desk: પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૈાના વિકાસના અંતર્ગત “કિસાન સન્માન દિવસ” નિમિતે પોરબંદર જિલ્લાનાં ઇશ્વરીયા ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી કિશોર કાનાણીની ઉપસ્થિતિમાં ધરતીપુત્રોને સાધન સહાય વિતરણ કરાઇ હતી. કચ્છ ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ અને કિસાન સુર્યોદય યોજનાનું લોકાર્પણ કરાયું હતું. જે અંતર્ગત કુતિયાણાનાં ઇશ્વરીયા ખાતે મંત્રી કિશોર કાનાણી દ્વારા લાભાર્થીઓને સહાયકીટ વિતરણ કરાઇ હતી.

ભારત ખેતીપ્રધાન દેશ છે. ખેતી, બાગાયત અને પશુપાલન વ્યવસાય ગામડાઓનાં વિકાસનો મહત્વનો આધાર હોવાથી વર્તમાન સરકાર ખેડૂત કલ્યાણકારી અનેક યોજનાઓ ચલાવે છે. ઇશ્વરીયા ગામે યોજાયેલ કિસાન સન્માન દિવસ અંતર્ગત મંત્રી કિશોરભાઇ કાનાણીએ કહ્યુ કે, વાવણીથી લઇને લણણી સુધી તથા અનાજને ગોડાઉન સુધી પહોચાડવા સુધી સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવીને ખેડૂતોની આવક બમણી કરવા પ્રકલ્પો પ્રાપ્ત કર્યા છે. ખેડૂતોના રાતના ઉજાગરા બંધ થાય અને દિવસે વીજળી મળે તે માટે રાજય સરકારે કિસાન સુર્યોદય યોજના અમલમાં મુકી છે. આ યોજનાથી ખેડૂતો દિવસે ખેતી કરી રાત્રે આરામથી પરિવાર સાથે રહી શકશે.

ખેડૂતોને સમયસર ખાતર, વીજળી અને પાણી પુરુ પાડવાની સાથે ખેડૂત કલ્યાણકારી વિવિધ યોજનાઓની હારમાળા વર્તમાન સરકારે અમલમાં મૂકી છે. ખેત પેદાશોના પુરતા ભાવો ખેડૂતોને મળે તે દિશામાં પણ સરકારે અનેક નિર્ણયો લીધા છે.

નર્મદા નદીના પાણીનાં વહેણને સૈારાષ્ટ્રનાં છેવાડાનાં ગામડાઓ સુધી પહોચાડીને દુકાળને ભૂતકાળ બનાવ્યો છે. મંત્રી દ્વારા આ પ્રસંગે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગાય નિભાવ ખર્ચના લાભાર્થીને ચેક,  અન્ય લાભાર્થીને વિનામુલ્યે છત્રી, અને શેડ કવરના લાભાર્થી તથા સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટસના લાર્ભાથીઓને કિટસ વિતરણ કરીને ઉત્તરોતર પ્રગતિ કરવા શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પોરબંદર જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ રૂ.૭૬૫.૮૦ કરોડની સહાય ચુકવવામાં આવી છે.   

જિલ્લા પચાંયત કારોબારી ચેરમેન રમેશ ઓડેદરાએ આ પ્રસંગે કહ્યુ હતુ કે, વર્તમાન સરકારે પોરબંદર જિલ્લાનાં ઘેડના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યુ છે. નર્મદા નદીનું પાણી છેવાડાના ઘેડ વિસ્તાર સુધી પહોંચે તે દિશામાં કાર્ય થઇ રહ્યું છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરતા ભાવ મળે તે માટે  સરકાર ટેકાના ભાવે ખેતપેદાશોની ખરીદી કરે છે. સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના ધરતીપુત્રોની આવક બમણી કરવા રાજ્ય સરકારનું મહત્વનું કદમ છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયાએ કિસાન સન્માન દિન નિમિતે સરકાર દ્વારા ચાલતી ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો લાભ યોગ્ય લાર્ભાર્થી સુધી પહોચે છે તે જણાવી કહ્યું હતું કે, સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી સહાયની રકમ જમા થાય છે.જેથી ધરતીપુત્રોને યોજનાના લાભ માટે કોઇ પરેશાની રહેતી નથી.

કલેકટર અશોક ર્શામાએ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધરતીપુત્રોને જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા સંચાલિત જન-કલ્યાણકારી યોજનાઓ લાર્ભાર્થીઓ સુધી પહોચે તે માટે જિલ્લા વહિવટી તંત્ર કટિબધ્ધ છે. કલેકટરએ વધુમાં કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને સૈાએ સાથે મળીને ત્રીશુળથી હણવાની છે. આ ત્રિશુલ એટલે લોકો માસ્ક પહેરે, આપસમાં સામાજિક અંતર રાખે તથા કોરોના પ્રતિરોધક રસી મૂકાવે તે ખાસ જરૂરી છે.

તાજેતાજો ઘાણવો   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments