Team Chabuk-Gujaart Desk: ભાગ્યે જ એવું બનતું હોય છે કે ધરતી પર વસતા બ્રિડાલવંશીઓ વિહંગોનો શિકાર કરે. જોકે વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં આવા દૃશ્યોના દર્શકો સાક્ષી બન્યા હતા. વડોદરામાં આવેલા કમાટીબાગ ઝૂમાં મોરે ક્યાંય નહીં અને જંગલના રાજા સિંહના પીંજરામાં ઉતરાણ કર્યું હતું. સિંહે ગણતરીની સેકન્ડોમાં જ મોરને પકડી તેનો શિકાર કરી લીધો હતો.
આ ઘટના એવા સમયે બની હતી જ્યારે સિંહના પીંજરાની સામે દર્શકો હાજર હતા. મોરનો લાઈવ શિકાર સિંહે કરતા જોનારાઓ ફફડી ઉઠ્યા હતા. આ શિકારમાં તેમને સિંહના રૌદ્રસ્વરૂપના દર્શન થઈ ગયા હતા. જોનારાઓ હોહો કરી મૂકતા ઝૂના ક્યૂરેટર દોડીને આવ્યા હતા પણ ત્યાં સુધીમાં મોર જંગલના રાજા સિંહનો શિકાર થઈ ગયો હતો.
ગઈકાલના શુક્રવારે સાડા ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મોટી સંખ્યામાં સહેલાણીઓ જાનવરોને જોવા માટે ઉમટી પડ્યા હતા. સિંહના પાંજરા પાસે ઉપસ્થિતિ લોકોએ પોતાની નજરે જોયું કે ક્યાંકથી પીંજરાની અંદર આવેલા ઝાડ પર રાષ્ટ્રીય પક્ષી મોર બેસી ગયું હતું. ઉપસ્થિતિ તો એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે મોર ઝાડથી નીચે ન ઉતરે.
જોકે મોરે સિંહના પીંજરામાં ઉતરવાની ગુસ્તાખી કરી હતી. મોરને આ વાતની ભનક સુદ્ધા ન હતી કે તે જંગલના રાજાના પીંજરામાં ઉતરાણ કરી રહ્યો છે. નીચે ઉતરતાની સાથે જ સિંહ મોર પર ઝપટી પડ્યો હતો અને તેને ચૂંથવા લાગ્યો હતો. દૃશ્યને જોનારાઓએ બુમાબુમ કરી મૂકી હતી. શરીરથી ભારેખમ અને ઝડપથી ઉડવામાં અવરોધરૂપ બનતા સુંદર પીંછાના કારણે મોર અન્ય વિહંગોની જેમ ઝડપથી ઉડી નથી શકતું. અહીં મોરને જંગલના રાજાથી ભાગવા માટે તેની સુંદરતા જ આડે આવી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત