Homeદે ઘુમા કેમીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ, વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ, વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

Team Chabuk-Sports Desk: આજથી શરૂ થયેલા ટોક્યો ઓલિમ્પિક-2020માં ભારતે ખાતુ ખોલાવી દીધું છે. ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે ભારતના વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ (mirabai chanu) સિલ્વર મેડલ (silver medal) મેળવીને ભારતનો ડંકો વગાડ્યો છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 49 કિલોગ્રામની વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ચીનની હોઉ જિહૂઈએ 210 કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે ઈન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 87 કિલોગ્રામ અને ક્લીન એન્જ જર્કમાં 115 કિલોગ્રામ એમ કુલ 202 કિલોગ્રામ વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી લીધો છે. મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતની 21 વર્ષની રાહને પરિપૂર્ણ કરી દીધી છે. આ પહેલા વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં ભારતીય વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીએ ભારતને મેડલ અપાવ્યો હતો. ત્યારે 21 વર્ષ બાદ મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીરાબાઈ ચાનૂને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને ટ્વિટ કર્યું કે, ભારત મીરાબાઈ ચાનૂના શાનદાર પ્રદર્શનથી ઉત્સાહિત છે. વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ શુભકામના. તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપશે.

આ તરફ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પણ મીરાબાઈ ચાનૂને અભિનંદન પાઠવ્યા છે. સચિન તેંડુલકર ઉપરાંત ભારતના ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રાએ પણ ટ્વિટ કરીને મીરાબાઈ ચાનૂને અભિનંદન પાઠવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments