Team Chabuk-Gujarat Desk: થોડા સમય પહેલાં તસ્કરોએ ભચાઉના નાયબ પોલિસ અધિક્ષકના ઘરને નિશઆન બનાવ્યું હતું અને 4 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. ભારે દોડધામ બાદ ચોરી કરનારા એક નેપાળી યુવાનને પોલીસે ઝડપી લીધો છે. જો કે, લાખોના મુદ્દામાલ સાથે હજુ 3 શખ્સો ફરાર છે. આ ઘટના બાદ કચ્છમાં સામાન્ય લોકોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે કે, લોકો ચર્ચા કરી રહ્યા છે કે, જો પોલીસના ઉચ્ચ અધિકારીનુ ઘર જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકોનું શું ?
મળતી માહિતી મુજબ ગત 3-4 માર્ચે ભચાઉમાં DySP તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ ધનશ્યામસિહ ઝાલાના ઘરમાં ચોરી થઈ હતી. જેની DySPએ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ ગ્રીલ તોડી ભગવાનની વિવિધ સોના-ચાંદીની મૂર્તિ તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ DySPના ઘરમાં ચોરીની ઘટનાને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સહિત વિવિધ પોલિસની શાખાઓ પણ તપાસમા જોડાઇ હતી. આ કેસમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે 1 શખ્સની ધરપકડ કરી હતી. આદિપુરમાં રહેતો ધિરેન્દ્ર જીતબહાદુર શાહી(ગુરખા) મૂળ નેપાળના શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. અને એક ધડિયાળ સહિત કુલ 12,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કેસમાં નેપાળના જ રિતિક બલરૂપ જૈસી, નમરાજ શાહી(ગુરખા) તથા દિપેન્દ્ર શાહી ગુરખાની સંડોવણી ખુલી છે. જેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી મુદ્દામાલ આ ત્રણ આરોપી પાસે હોવાનું રટણ રટી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ