Homeસિનેમાવાદઆલિયા ભટ્ટની હોલિવૂડમાં એન્ટ્રી, જાણો આલિયાની સ્પાઈ થ્રિલર ફિલ્મનું નામ

આલિયા ભટ્ટની હોલિવૂડમાં એન્ટ્રી, જાણો આલિયાની સ્પાઈ થ્રિલર ફિલ્મનું નામ

Team Chabuk-Entertainment Desk: બોલીવુડની વધુ એક અભિનેત્રી હોલિવૂડમાં પદાર્પણ કરવા જઈ રહી છે. બોલીવુડની અભિનેત્રીઓએ હોલિવૂડમાં પણ લોકપ્રિયતા જાળવી રાખી છે. હવે આલિયા ભટ્ટ પણ હોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આલિયા આ ફિલ્મમાં જાસૂસનું પાત્ર ભજવતી જોવા મળી શકે છે. ફિલ્મ માટે તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

આલિયા આંતરરાષ્ટ્રીય સ્પાઇ થ્રિલરમાં મહત્વનો રોલ કરશે. હાર્ટ ઓફ સ્ટોન નામની ફિલ્મથી આલિયા હોલીવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મનું દિગ્દર્શન ટોમ હાર્પર કરશે. ફિલ્મમાં ગેલ ગેડોટ એક ખતરનાક જાસૂસની ભૂમિકા ભજવશે.

બોલીવુડમાં બેક ટૂ બેક સફળ ફિલ્મો આપનારી આલિયા ગયા વરસે જ હોલીવૂડમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો. તેણે એક અમેરિકન ટેલન્ટ એજન્સી વિલિયમ મોરિસ એન્ડવેર સાથે કરાર કર્યો હતો. હવે આલિયાનું આ સપનું પણ પૂર્ણ થયું છે. તેને પોતાના સપનાનો પ્રથમ પ્રોજેક્ટ પણ મળી ગયો છે. જો કે, આ હોલિવૂડ ફિલ્મ માત્ર OTT પ્લેટફોર્મ પર રજૂ થવાની ચર્ચા છે.

હાર્ટ ઓફ સ્ટોન ઉપરાંત આલિયા ભટ્ટની આવનારી ફિલ્મોમાં આરઆરઆર, બ્રહ્માશ્ત્ર અને રોકી ઔર રાનીની પ્રેમ કહાણી પણ રીલીઝ થવાની છે. ઉલ્લેખીનીય છે કે, 15 માર્ચ 1993માં જન્મેલી આલિયાએ 2012માં ‘સ્ટૂટન્ડ ઓફ ધ યર’થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ બાદ તે હાઈવે, ટુ સ્ટેટ્સ, હમ્ટી શર્મા કી દુલ્હનિયા, ઉડતા પંજાબ, એ દિલ હૈ મુશ્કીલ, ડિયર ઝિંદગી, બદ્રીનાથ કી દુલ્હનિયા, ગલી બોય અને કલંક જેવી ફિલ્મોમાં પણ જોવા મળી. હાલ તેની ગંગૂબાઈ કાઢિયાવાડી થિયોટર્સમાં ધૂમ મચાવી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments