Team Chabuk-Gujarat Desk: ગઈકાલે વિશ્વ સર્પ દિવસ હતો અને આ દિવસે એક છોકરીને સાપ (Snake) કરડ્યો. ચોમાસાની સિઝન ચાલી રહી છે. ધરતીના પેટાળમાંથી સરિસૃપો ઉકળાટ થતાં બહાર નીકળે છે. સુરત (Surat)માં પણ સાપ (Snake) નીકળ્યો. તેજસભાઈ પટેલ (Tejash Patel) નામના શ્રમજીવી વ્યક્તિની પુત્રીને ડંખ્યો અને તેમની પુત્રી રાડો પાડવા લાગી. શ્રમજીવી પરિવારની આ પુત્રીને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરે તેમને પૂછ્યું કે કયો સાપ કરડ્યો છે તો પિતાએ થેલીમાં રહેલો સાપ બતાવતા ડોક્ટર સાહેબ પણ બે ઘડી વિચારમગ્ન થઈ ગયા હતા.
સવારના સાડા આઠ વાગ્યા આસપાસની ઘટના હતી જ્યારે છોકરીના પિતા પેટ્રોલ પમ્પે પોતાના કામે નીકળ્યા હતા અને માતા ઘરકામ માટે બહાર ગઈ હતી. ઘરમાં છોકરી એકલી હતી. સાપ આવ્યો અને છોકરીને ડંખી ગયો. છોકરીએ હોહો અને રાડારાડી કરી મૂકતા આસપાસના લોકો શું થયું છે એ જોવા માટે એકઠા થઈ ગયા હતા. સાપ દેખાતા ત્યાં ને ત્યાં તેનું ઢીમ ઢાળી દીધું હતું.
રાહ જોયા વગર પહેલા 108ને ફોન કરવાનું વિચાર્યું, પણ હોસ્પિટલ અહીંથી 20 કિલોમીટર દૂર હોય જરા પણ વિલંબ કર્યા વગર પરિવારના લોકો છોકરીને ખાનગી વાહનમાં હોસ્પિટલે લઈ જવા ઉપડ્યા હતા. જ્યાં દિહેણ ગામે તેમને 108 એમ્બ્યુલન્સ દેખાતા ઊભી રખાવી હતી અને ત્યાંથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. શ્રમજીવી પરિવારની અને ધોરણ નવમાં અભ્યાસ કરતી છોકરી સાપ કરડવાના કારણે ગંભીર હાલતમાં હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત