Team Chabuk-Sports Desk: વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ટકરાતા પહેલાં આજે ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. અફઘાનિસ્તાન સામેની પ્લેઇંગ-11માં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયા આર. અશ્વિનની જગ્યાએ શાર્દુલ ઠાકુરને સ્થાન મળી શકે છે. કારણ કે આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે અને અહીંની પીચ ચેન્નઇની પીચ કરતા તદ્દન અલગ છે. જેમાં ભારતીય ટીમ ત્રણ સ્પીનર્સ સાથે ઉતરવાનું લગભગ ટાળશે.
ચેપોકમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી હતી. સ્પિન ફ્રેન્ડલી વિકેટને કારણે ભારતે આ વ્યૂહરચના અપનાવી હતી. હવે દિલ્હીની પીચ ચેપોક જેટલી સ્પિન ફ્રેન્ડલી ન હોવાથી ટીમ ઈન્ડિયા સ્પિન ઓલરાઉન્ડરને બદલે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરને તક આપી શકે છે. એટલે કે જો શાર્દુલ ઠાકુરને સ્થાન મળે તો ટીમ મહમમ્દ શમી સાથે પણ મેદાને ઉતરી શકે છે.
ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં એક મોટું અપડેટ એ છે કે શુભમન ગિલ આજની મેચમાં પણ મેદાન પર જોવા નહીં મળે. તે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી આવ્યો નથી. તે હજુ ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. ફરી એકવાર ઇશાન કિશન જ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી (કેપ્ટન), મોહમ્મદ નબી, નજીબુલ્લા ઝદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, નવીન ઉલ-હક, મુજીબ ઉર રહમાન, ફઝલહક ફારૂકી.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત