Team Chabuk-Gujarat Desk: રાજ્યના પોલીસ તંત્રને મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અત્યાધુનિક વાહનો આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા પ્રેટ્રોલિંગ કાર, સી- ટીમ વાન, પી.સી.આર. વાન અને મોટરસાયકલ મળી ટુ- વ્હીલર, બોલેરો ગાડી મળી કુલ ૯૪૯ વાહનો પોલીસ સેવાને વધુ સરળ બનાવવા માટે એનાયત આવ્યા છે.
‘She ટીમ’ને 68 બોલેરો
નવા વાહનોના ફલેગ ઓફ સમયે ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા રાજયના ૪ મહાનગરો ખાતે ‘She ટીમ’ કાર્યરત કરવામાં આવી છે. She ટીમના દ્વારા અનેક વડીલો અને મહિલાઓ માટે માનવતાને ઉજાગર કરતા કાર્યો કરવામાં આવ્યા છે. આ કાર્યોને વધુ ઝડપી બનાવવા માટે રાજયની આ ટીમને ૬૮ બોલેરો ગાડી આપવામાં આવી છે. આફત અને કોરોના કાળમાં પોલીસ જવાનોએ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી બજાવે છે. ગુજરાતમાં શાંતિ – સલામતી માટે કોઇપણ કચાસ ન રાખવા માટે સરકાર કટિબધ્ધ છે.
આજરોજ સચિવાલય સંકુલ, ગાંધીનગર ખાતે ગુજરાત પોલીસના ઉપયોગ માટે Patrol Cars, She Team Vans, PCR Vans અને Motorcycles જેવા ટેક્નોલોજીથી સજ્જ કુલ 1000 વાહનોની ખરીદીમાંથી 657 વાહનોનું ફ્લેગ ઓફ કરાવ્યું. pic.twitter.com/gRmZlOlomq
— Harsh Sanghavi (@sanghaviharsh) February 2, 2022
ગ્રામ્ય વિસ્તારમાં 400 પેટ્રોલિંગ વાન
આ વાહનો વિવિધ જિલ્લામાં ફાળવવામાં આવ્યા છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓની કામગીરીમાં સરળતા લાવવા માટે ૧૦૦ સ્કુટર આપવામાં આવ્યા છે. તેમજ પોલીસ જવાનોની ટ્રાફિક, તપાસણી અને અન્ય કામગીરી માટે ૨૯૮ આધુનિક બાઇક આપવામાં આવ્યા છે. તેમજ ૪ મહાનગરોમાં કાર્યરત She ટીમ માટે ૬૮ બોલેરો આપવામાં આવી છે. તેમજ ૫૫ પી.સી.આર.વાન અને શહેર- જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ ઘોરીમાર્ગોની સલામતિ જેવી કે, માર્ગ અકસ્માત, ટ્રાફિક જામ,નાગરિકોની સુરક્ષા અને ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા માટે ૪૦૦ પેટ્રોલ વાન આપવામાં આવી છે. તેમજ પોલીસ અધિકારીશ્રીઓના કાર્યોની સરળતા માટે ૨૮ ઇનાવો ગાડી આપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત