Homeગુર્જર નગરીબેકાબૂ કોરોના: એક દિવસમાં રાજ્યમાં 5 હજાર 396 કેસ, અમદાવાદમાં આગની જેમ...

બેકાબૂ કોરોના: એક દિવસમાં રાજ્યમાં 5 હજાર 396 કેસ, અમદાવાદમાં આગની જેમ ફેલાઈ રહ્યો છે કોરોના

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના કુલ 5 હજાર 396 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 1 દર્દીએ દમ તોડ્યો છે. તો બીજી તરફ એક દિવસમાં 1 હજાર 158 દર્દી સાજા થયા છે. રાજ્યમાં સૌથી વધુ 2 હજાર 281 કેસ અમદાવાદમાં નોંધાયા છે. તો સુરતમાં પણ એક જ દિવસમાં કોરોનાના કુલ 1 હજાર 350, કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં 229 , રાજકોટમાં 203, વલસાડમાં 142, આણંદમાં 133 અને ખેડામાં 104 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક દિવસમાં ઓમિક્રૉનનો એક પણ કેસ નોંધાયો નથી.

હાલ 18583 એક્ટિવ કેસ છે, જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 18564 દર્દીની હાલત સ્થિર છે

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 21 હજાર 541 દર્દી સાજા થયા છે. તો એક્ટીવ કેસની સંખ્યા વધતાં રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 96.62 ટકાએ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5 હજાર 396 દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. આજે સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે.

જો રસીકરણની વાત કરીએ તો, આજે એક દિવસમાં કુલ 3 લાખ 18 હજાર 945 લોકોને રસી આપવામાં આવી. 15થી 18 વર્ષની વયજૂથના બાળકો અને યુવાનોને રસી આપવાનું અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એક જ દિવસમાં 15થી 18 વર્ષના કુલ 1 લાખ 44 હજાર 993 બાળકો અને યુવાનોને રસી આપવામાં આવી છે.  જેને લઈને અત્યાર સુધીમાં 15થી 18 વર્ષના વયજૂથના કુલ 17 લાખ 63 હજાર 459 બાળકો અને યુવાનોને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments