Team Chabuk-Gujarat Desk: સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. લિંબાયતમાં રહેતી સગીરાને આંજણા ફાર્મના કારખાનામાં સાથે કામ કરતા યુવકે કોફી પીવાના બહાને લિંબાયત-મીઠીખાડીના કાફેના કપલબોક્સમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આંજણા ફાર્મ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના કારખાનામાં આરોપી યુવક કામ કરતો હતો. આ કારખાનામાં જ કામ કરતી 15 વર્ષીય સગીરા સાથે તેની આંખ મળી હતી. આરોપી સગીરા સાથે લોભામણી વાતો કરીને પોતાના પ્રેમમાં ફસાવી હતી. બપોરના સમયે કારખાનામાં જમવાની રિસેસ પડતા આરોપીએ સગીરાને કોફી પીવા જવાની વાત કરી હતી. અન્ય કર્મચારીઓ પણ આવતા હોવાનું કહી નિખિલ સગીરાને રિક્ષામાં બેસાડી લિંબાયત-મીઠીખાડી ખાતે આવેલા વેલેન્ટાઇન કાફેમાં લઇ ગયો હતો.
કોફી પીવા માટે કારખાનામાં સાથે કામ કરતો અનિલ અને સોનલ પણ તેઓ સાથે આવ્યા હતા જો કે, બાદમાં તેઓ જતાં રહ્યા હતા. આરોપ છે કે, આ દરમિયાન કાફેના કપલ બોક્સમાં સગીરા સાથે બળજબરી કરી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અર્ધબેહોશ હાલતમાં આરોપી તેણીને રિક્ષામાં લઇ કારખાને પહોંચ્યો હતો.
બીજી તરફ સગીરાની હાલત અંગે માતાને જાણ થતાં સગીરાએ તમામ હકીકત જમાવી હતી. જે સાંભળી સગીરાની માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સલાબતપુરા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કાફેના સંચાલકની પણ ભૂમિકા ચકાસી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત