Team Chabuk-Gujarat Desk: કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય પણ પોલીસ તેને શોધી જ લે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. પાંચ દાયકા બાદ અમદાવાદ પોલીસે એક મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલ્યો છે અને હત્યાના આરોપીને જેલ હવાલે કર્યો છે.. 50 વર્ષ પહેલાં આરોપીએ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવી હતી. યુવાઅવસ્થામાં હત્યા કરનારો આરોપી હવે વૃદ્ધાવસ્થામાં ઝડપાયો છે.
આરોપીએ વૃદ્ધ મહિલાની હત્યા કરીને લૂંટને અંજામ આપ્યો હતો. 50 વર્ષ બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યો છે. 50 વર્ષે બાદ હત્યાનો આરોપી પકડાયો છે..26 વર્ષની ઉંમરે લૂંટ અને હત્યા કરનાર આરોપી સીતારામ ભતાને 76 વર્ષે મહારાષ્ટ્રથી પકડાયો છે.. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વર્ષ 1973માં 26 વર્ષના યુવાન સીતારામે સિનિયર સિટીઝન મહિલાની હત્યા કરી ઘરમાંથી વાસણની લૂંટ કરી હતી. ત્યારબાદ તેણે ઘણી નાની મોટી ચોરી કરી પણ પોલીસના હાથે ના ચડ્યો. જો કે, જૂના કેસની ફાઈલ ફરી ખુલી અને આરોપીને પોલીસે ઝડપી લીધો.
ગુજરાતની ચૂંટણીને લઈને DGPએ વોન્ટેડ આરોપીને પકડવાનો આદેશ આપ્યો હતો.. સરદારનગર પોલીસની નજર 50 વર્ષ જુના હત્યા અને લૂંટના વોન્ટેડ આરોપી પર પડી. આ પોલીસે મહારાષ્ટ્રનો રહેવાસી હતો. પોલીસની એક ટીમ વોન્ટેડ આરોપીને પકડવા મહારાષ્ટ્ર પહોંચી.. ત્યાં બાતમીના આધારે સરદારનગર પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ લીધી.. અને આરોપી સીતારામ મરાઠીની ધરપકડ કરી.
તપાસમાં ખુલાસો થયો કે, આરોપી સીતારામ ગામમાં એક વિધવા મહિલા પર દુષ્કર્મ કર્યું હતું પણ વિધવા મહિલાએ પોતાની આબરૂ બચાવવા આ અંગે ફરિયાદ કરી ન હતી એટલે સીતારામ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ તે તેના કાકાના બે વર્ષના દીકરીને રમાડવા લઈ ગયો હતો અને ખેતરમાં તેના કાનની બુટ્ટીઓ કાઢીને ચોરી કરી ભાગી ગયો હતો. જો કે, આ કિસ્સામાં પણ ફરિયાદ ન થતા તે બચી ગયો હતો.
50 વર્ષ પહેલાં 1973માં 2 મિત્રો સાથે સીતારામ અમદાવાદ રહેવા આવ્યો હતો. અમદાવાદના સરદારનગરમાં સૈજપુરમાં આવેલા 70 વર્ષના મણીબેન શુક્લા રહેતા હતા જેમના ઉપરના માળે આ આરોપી અને તેના 2 મિત્રોએ મકાન ભાડે રાખ્યું હતું.. આ યુવકોમાં મહાદેવ, નારાયણ અને સીતારામ ભાટીને હતા. ત્રણેય યુવકો નાનું મોટું કામ કરીને જીવન જીવતા હતા જેમાં સીતારામ ચોરી કરવાની આદત વાળો હતો. 14 સપ્ટેમ્બર 1973ના દિવસે સીતારામ અન્ય દિવસોની જેમ કામકાજ કરવાનો પ્રયાસ કરતો હતો પણ કોઈ કામ ન મળતા તેણે ચોરી કરવાનું નક્કી કર્યું. બપોરના પોણા ત્રણ વાગે મણીબેનના ઘરમાં ઘૂસ્યો અને ઘરમાંથી વાસણો અને કપડાની ચોરીનો પ્રયાસ કર્યો. દરમિયાન મણીબેન જાગી જતા સીતારામે તેમના પર હુમલો કર્યો અને તે સમયે તે બેભાન થઈ ગયા હતા અને નીચે પડી ગયા હતા એટલે સીતારામ ઘરમાંથી વસ્તુઓ ચોરી અને ભાગી ગયો હતો. બીજા દિવસથી આ ઘરમાં કોઈ હલચલ દેખાતી ન હતી બે દિવસ બાદ આસપાસના લોકોએ ઘરમાંથી દુર્ગંધ મારતી હોવાની ફરિયાદ થતા સ્થાનિક પોલીસ મણીબેનના ઘરમાં પહોંચી હતી. જ્યાં મણીબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે ભાડુઆત ફરાર થઈ જતા પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. આખરે 50 વર્ષ બાદ તે પોલીસના સકંજામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ