Homeગુર્જર નગરીજામનગરઃ 14 વર્ષના તરૂણની હત્યા, દાતરડા જેવા હથિયારથી ગુપ્તાંગ કાપ્યું, અનૈતિક સંબંધોમાં...

જામનગરઃ 14 વર્ષના તરૂણની હત્યા, દાતરડા જેવા હથિયારથી ગુપ્તાંગ કાપ્યું, અનૈતિક સંબંધોમાં હત્યા થઈ હોવાની આશંકા

Team Chabuk-Gujarat Desk: જામનગરમાં પસાયા બેરાજા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષના તરૂણની હત્યા કરી દેવાઈ. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, હત્યા બાદ દાતરડા જેવા હથિયાર વડે તરૂણનું ગુપ્તાંગ કાપી લેવાયું. વિકૃત હાલતમાં પોલીસને તરૂણનો મૃતદેહ મળ્યો છે. હાલ પોલીસે તરૂણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. અનૈતિક સંબંધોમાં તરૂણની હત્યા કરી હોવાની પીલીસને આશંકા છે.

જામનગર નજીકના પસાયા બેરાજા ગામનો, જ્યાં વહેલી સવારે ગુમ થયેલ તરૂણનો મૃતદેહ મળી આવ્યો અને પછી શરૂ થયો પોલીસ તપાસનો ધમધમાટ. અનૈતિક સંબધની આડમાં હત્યા થઈ હોવાની હાલ આશંકા જતાવવામાં આવી રહી છે.

જામનગર નજીકના પસાયા બેરાજા ગામે ક્રૂર હત્યા કરાયેલી હાલતમાં તરુણનો મૃતદેહ મળી આવ્યો.. ગળાના ભાગે તીક્ષણ હથિયારના બે ઘા મારી અને ગુપ્તાંગ કાપી તરૂણની હત્યા નીપજાવવામાં આવી. મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારનો 14 વર્ષીય પંકજ મંગળવારે સાંજથી ઘરેથી ગૂમ હતો. બુધવારે વહેલી સવારે સીમ વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળ્યો.

અજાણ્યા શખ્સે દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારથી તરૂણનું ઢીમ ઢાળી દીધુ અને ત્યારબાદ નાસી ગયો. પોલીસને આશંકા છે કે, આરોપી એક કરતાં વધારે પણ હોઈ શકે. જે હથિયાર વડે તરૂણની હત્યા કરાઈ તે હથિયાર આરોપી ઘટનાસ્થળે જ મુકીને ફરાર થઈ ગયા. એટલું જ નહીં હથિયારો મૃતકના ઘરના જ હોવાનું પણ સામે આવ્યું છે.
હાલ પોલીસે હત્યા પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે, કોઈ નજીકના વ્યક્તિએ અનૈતિક સંબંધની આડમાં હત્યા કરી હોઈ શકે છે. હાલ મૃતકના પિતા કાળુ ડામોરની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
(ફોટોઃ ફાઈલ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments