Homeગુર્જર નગરીનર્મદા: 11માં ધોરણમાં ભણતી સગીરા પર 6 સગીરે દુષ્કર્મ આચર્યાનો આરોપ

નર્મદા: 11માં ધોરણમાં ભણતી સગીરા પર 6 સગીરે દુષ્કર્મ આચર્યાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: નર્મદા પંથકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્મદાના દેડિયાપાડા પંથકની ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરા પર સામુહિક દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. જોકે, ચોંકાવનારી વિગતો એ છે કે, વિદ્યાર્થિની પર ગેંગરેપ કરનારા 6 આરોપી પણ સગીર જ છે. દેડિયાપાડા પોલીસે આ તમામને ઝડપી લીધા છે અને જેલના સળિયા ગણતા કરી દીધા છે. આ બાબતે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો,  કિશોરી સોમવારે સ્કૂલમાં જવાના બદલે દેડિયાપાડા એસ.ટી.ડેપો ખાતે આવી હતી. જ્યાં ત્રણ સગીર તેને ફોસલાવીને સ્કૂલની પાછળ આવેલા પીડબલ્યુડીનાં જુના ક્વાટરમાં લઇ ગયાં હતાં. આરોપ છે કે, આ જગ્યાએ 6 સગીરે કિશોરી પર ગેંગરેપ કર્યો હતો. ઘટના બાદ સગીરા હેબતાઇ ગઇ હતી. જેથી તે પોતાના ઘરે જવાને બદલે માસીનાં ઘરે જતી રહી હતી.

કિશોરીએ માસીના ઘરે પોતાની આપવીતી જણાવી હતી. કિશોરીએ કબૂલ્યું હતુ કે, તેની ઉપર ગેંગરેપ થયો હતો. જેના કારણે તે ઘરે આવી ન હતી. જે સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.

ફરિયાદ બાદ દેડિયાપાડા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે આવી ગયો હતો. ટીમની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની ઘટનામાં કિશોરીનું મેડિકલ પરિક્ષણ કરવા સહિત દુષ્કર્મ આચરનારા કિશોરોનું પણ સરકારી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવાયુ છે. જેના રિપોર્ટના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.બીજી તરફ આ ઘટના મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે તેમજ એકવાર ફરી મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments