Team Chabuk-Gujarat Desk: દાદરા નગર હવેલીમાં પુષ્પા સ્ટાઈલ એક વ્યક્તિને ભારે પડી ગઈ અને હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. દાદરા નગર હવેલીની ક્રાઈમ બ્રાન્ચની ટીમે 18 લાખની કિંમતના ખેરના લાકડા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
બાતમીના આધારે દાદરા નગર હવેલીની ક્રાઈમ બ્રાંચે એક ટેમ્પાને અટકાવી તપાસ કરતાં ટેમ્પમાંથી 18 લાખની કિંમતનો ખેરના લાકડાનો જથ્થા મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો અને કિંમતી લાકડાની દાણચોરી મામલે ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, 11 ટન ખેરના લાકડા ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર તરફ લઇ જવાઈ રહ્યો હતો.
હાલ દાદરા નગર હવેલી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખેરના 11 ટન લાકડા ભરેલો ટેમ્પો કબજે કર્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે. દાદરા નગર હવેલીના SP હરેશ્વર સ્વામીના દિશાનિર્દેશમા સેલવાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સેલવાસ રિંગ રોડ ઉપર ટેમ્પો નંબર MH-04-JK-9286ને અટકાવી ચેક કરતા ટેમ્પમાંથી પાસ પરમીટ વગરના 11 ટન ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
બીજી તરફ ટ્રક ડ્રાઈવરે ટેમ્પામાં ખેરના લાકડા હોવાની વાતથી તે અજાણ હોવાની વાત કરી છે. ટેમ્પો ચાલકે પોલીસને કહ્યું કે તેને માત્ર ટ્રક કોઈ ચોક્કસ જગ્યાએ પહોંચાડવા કહ્યું હતું. તેણે પોલીસને કહ્યું હતું કે, તેને એ નથી ખબર કે આ ટેમ્પોમા શુ ભર્યું છે.
મળતી માહિતી મુજબ આરોપી ચાલક પવઈ મુંબઈનો છે. હાલ પોલીસ વિભાગે મુદ્દામાલ સાથે તેની વધુ પૂછપરછ કરી તપાસ શરૂ કરી છે. તપાસમાં અનેક મોટા માથાના નામ ખુલી શકે છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, લાકડાની તપાસ કેટલા સમયથી થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત