Homeગુર્જર નગરીજામનગરઃ પતિ સાથે મળી પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો, પાંચની ધરપકડ

જામનગરઃ પતિ સાથે મળી પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો, પાંચની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: જામનગરમાં આડા સંબંધો મુદ્દે યુવકની હત્યાના આરોપમાં દંપતી સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ છે. હત્યાના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાઈ હતી. જામનગરના સુભાષબ્રીજ પાસે ભારતવાસમાં ગુરુવારે રાત્રિના એક યુવાનને બોથડ પદાર્થ અને કોઇ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.

આ મામલે દંપતી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આડા સંબંધના મામલે આ હત્યા થયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે. મૃતક મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય (ઉ.વ.45) છૂટક ધંધો કરતો હતો અને જામનગરમાં રહેતી જમના ઉર્ફે જીજ્ઞા બદિયાણી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધની જાણ બંનેના પરિવારજનોને થઈ ગઈ હતી. આ કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતાં.

આ મામલે મૃતકના પિતાએ સીટી-એ ડીવીઝનમાં આઇપીસી કલમ 302, 143, 147, 148, 149, તથા જીપીએકટ 135(1) મુજબ બદીયાણી, જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદીયાણી, તેના પુત્ર અને મિત્રો સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં મૃતકના પિતાએ જણાવ્યું છે કે, પુત્ર મેહુલ આચાર્ય અને આરોપી જમના ઉર્ફે જીજ્ઞા વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને પરિવારને આ અંગે જાણ હતી. જેથી મેહુલ અને આરોપી જમના વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જે બાદમાં જમના અને તેના પતિ નરેશ તથા દીકરા અને તેના મિત્રોએ એક સંપ કરી પ્લાન ઘડી મેહુલ પર હથિયારો વડે માથા, આંખ પાસે, હાથ, પગ અને શરીરના ભાગે હુમલો કરી તેની હત્યા કરી છે.

મૃતકના પિતાની ફરીયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં દંપતી, તેના પુત્ર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મૃતકના પિતાએ દાવો  કર્યો છે કે, ચાર વર્ષથી મેહુલ અને જમુના વચ્ચે સારા સબંધો હતા. જમુના અવારનવાર મળવા પણ આવતી હતી.દાવો છે કે, જમના અને તેણીના પતિ નરેશ વચ્ચે મેહુલના પ્રેમસંબંધના કારણે થતા ઝઘડાઓ થતાં હતા જેથી આ ઝઘડાઓનો અંત લાવવા મેહુલની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments