Homeગુર્જર નગરીબાવળા સરકારી હોસ્પિટલમાં બે કલાક બેસાડ્યા બાદ ગર્ભવતીને અમદાવાદ લઈ જવા કહેવાયું,...

બાવળા સરકારી હોસ્પિટલમાં બે કલાક બેસાડ્યા બાદ ગર્ભવતીને અમદાવાદ લઈ જવા કહેવાયું, 108ની ટીમે રસ્તામાં કરાવી ડિલિવરી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના બાવળાની 108ની ટીમે પ્રસૂતાને રસ્તામાં જ ડિલિવરી કરાવી માતા અને નવજાતનો જીવ બચાવી લીધો. આરોપ છે કે, તાલુકાનાં છબાસર ગામની મંજુબેન કમલેશભાઇ સાધુને બપોરે પ્રસૂતાની પીડા ઉપડતાં બાવળાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં જો કે, સરકારી હોસ્પિટલ દ્વારા જરૂરી સારવાર નહી અપાતા તેને બે કલાક બેસાડી રાખીને અમદાવાદ લઈ જવા માટે કહેવાયું હતું.

સરકારી ડોક્ટરે 108ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બાવળાની 108 તરત જ આવી ગઈ હતી અને તરત પ્રસૂતાને લઈને અમદાવાદ જવા રવાના થયા હતાં.અમદાવાદ જતા ચાંગોદર નજીક આવેલી હોટલ પાસે પ્રસૂતાને વધુ પ્રસવ પીડા થવા લાગી હતી. જેથી ગર્ભવતીને રસ્તામાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.

પ્રસૂતાને વધુ પ્રસવ પીડા થતાં 108ની ટીમે તાત્કાલિક રસ્તામાં જ પ્રસૂતી કરાવવાનો નિર્ણય લીધો હતો. અને એમ્બ્યુુલન્સ રોકી દીધી હતી. પ્રસૂતાએ રસ્તામાં બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને પુત્રીને 108 માં જ બાવળા સરકારી હોસ્પિટલમાં પરત લાવવામાં આવ્યા હતાં. હાલ માતા અને પુત્રીની હાલત તંદુરસ્ત છે.

આરોપ છે કે, બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય સેવા કથળી રહી છે.આ સરકારી હોસ્પિટલમાં દરરોજ બાવળા શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પોસાય તેમ ન હોવાથી તેઓ સરકારી હોસ્પિટલનો જ સહારો લે છે. જો કે, બાવળા હોસ્પિટલમાં ગાયનેકની જગ્યા જ ખાલી પડી છે. દાવો છે કે, ક્યારેક ડૉક્ટર હોય છે પરંતુ ડૉક્ટર ન હોય ત્યારે દર્દીઓ ખૂબ હેરાન થાય છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments