Homeગુર્જર નગરીમહેસાણા: લો બોલો એક સંતાનની માતા 15 વર્ષના સગીરને લઈ ફરાર થઈ...

મહેસાણા: લો બોલો એક સંતાનની માતા 15 વર્ષના સગીરને લઈ ફરાર થઈ ગઈ !

Team Chabuk-Gujarat Desk: મહેસાણામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો. અહી એક 23 વર્ષની પરણિત યુવતી 15 વર્ષના સગીર સાથે ફરાર થઈ ગઈ. 15 વર્ષનો સગીર બો તોલા સોનાનો ચેઈન અને 10 હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયો હોવાની જાણ થતાં પરિવાર ચોંકી ગયો હતો. ત્યારબાદ તેઓ પોલીસ સ્ટશને પહોંચ્યા હતા અને આખરે ભારે જહેમત બાદ પોલીસે બંનેને તાપીના સોનગઢથી ઝડપી લીધા હતા. હાલ પોલીસે યુવતી સામે પોકસો અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ 15 વર્ષના સગીરનો જન્મ દિવસ હતો. પુત્ર ક્યાંય ન દેખાતા માતા-પિતાએ તેના મિત્રો અને સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી. જો કે, પુત્ર ક્યાંય ન મળતા તેઓ મુંઝવણમાં મુકાયા હતા. આ દરમિયાન પરિવારને ઘરમાંથી સોનાનો ચેઈન અને 10 હજાર રૂપિયા પણ ગાયબ હોવાની જાણ થતાં તેઓની ચિંતા વધી હતી. ત્યારબાદ સગીરના પિતાને એક કોલ આવ્યો અને તેમના પગ નીચેથી જમી ખસી ગઈ.

ફોન પર એક પરણિત યુવતી વાત કરી રહી હતી. આ યુવતીએ સગીરના ફોનમાંથી જ સગીરના પિતાને બંને ફરાર થઈ ગયા હોવની જણ કરી હતી. બીજી તરફ સગીરનો પરિવાર તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસની મદદ લીધી. પોલીસે ફોન પર વાત ચાલુ રાખવાનું કહી મહિલા અને સગીરનું લોકોશન મેળવ્યું. મોબાઈલ સર્વેલન્સમાં બને દક્ષિણ ગુજરાતમાં હોવાનું સામે આવતા પોલીસની ટીમ તાત્કાલિક રવાના થઈ અને મહેસાણા એ ડિવિઝનની ટીમે તાપી જિલ્લાના સોનગઢના એક ગેસ્ટ હાઉસમાંથી બંનેને ઝડપી લીધા.

તપાસમાં સામે આવ્યું કે, મહિલા કિશનોરને એસટી બસમાં મહેસાણાથી પહેલાં વડોદરા લઈ ગઈ હતી. જ્યાંથી તેઓ ભરૂચ અને સુરતમાં રોકાઈ તાપી પહોંચ્યા હતા. વધુ તપાસમાં સામે આવ્યું છે કે, 23 વર્ષની યુવતી એક સંતાનની માતા પણ છે. બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે, સગીરે વડોદરામાં બે તોલાનો સોનાનો ચેઈન ગીરવે મુક્યો હતો અને ત્યાંથી 50 હજાર રૂપિયા લીધા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments