Homeગુર્જર નગરીઇ-શ્રમ કાર્ડ: કાર્ડ એક લાભ અનેક, જાણો આ કાર્ડ કેવી રીતે નીકળે...

ઇ-શ્રમ કાર્ડ: કાર્ડ એક લાભ અનેક, જાણો આ કાર્ડ કેવી રીતે નીકળે અને કોણ લાભ લઈ શકે?

Team Chabuk-Gujarat Desk: કેન્દ્ર સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડ યોજના જાહેર કરવામાં આવી છે. આ કાર્ડ છુટક ઘર કામવાળી બહેનો, નોકર, છુટક કામ કરવાવાળા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષાચાલક, ખેતમજૂરો વગેરેને મળી શકે છે. આ એક કાર્ડના કારણે યોજનાઓના અનેક લાભ મળતા થશે.

કોને મળે છે લાભ?

ઈ-શ્રમ કાર્ડ ભારતના તમામ નાગરિકો કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે તેમને આ કાર્ડ મળવા પાત્ર થશે. જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જેમનું નામ CPS, NPS, EPFO, ESICમાં નોંધાયેલુ હોય તેમને ઈ-શ્રમ કાર્ડનો લાભ મળશે નહી.

કેવી રીતે રજીસ્ટ્રેશન થશે?

ઈ-શ્રમ કઢાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તમારી આસપાસનાં કોઈ પણ ઈ-ગ્રામ કેન્દ્ર અથવા આસપાસનાં કોમન સર્વિસ સેન્ટર (CSC સેન્ટર) પર ઈ-શ્રમનું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. રજીસ્ટ્રેશન માટે ફક્ત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબરની જ જરૂરીયા રહેશે. વધુ માહિતી માટે નજીકની મદદનીશ શ્રમ આયુક્ત કચેરીનો પણ સંપર્ક કરવાનો રહેશે.

ઈ-શ્રમ કાર્ડથી શું લાભ થશે?

  • ઈ-શ્રમ કાર્ડના કારણે તમને રૂપિયા બે લાખનું મફત વીમા કવચ મળશે.
  • શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓનો લાભ મળશે. જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન પોતાના કામ માટે જરૂરી સાધનો વગેરેમાં સહાય.
  • ભવિષ્યમાં રાશનકાર્ડની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે.

કઈ કઈ વ્યક્તિના ઈ-શ્રમ કાર્ડ બની શકે છે ?

ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર(પેઈન્ટર), વણકર, ગૃહ ઉધ્યોગ ચલાવનારા, કુટિર ઉધ્યોગમાં રોકાયેલા, ટાઇલ્સ વાળા, વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો, ફ્લિપકાર્ટ ના ડીલીવરી બોય, નર્સ, વોર્ડબોય, આયા, મંદિરના પૂજારી, વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી, મનરેગા વર્કર, MDM વર્કર, ઇંટ ભઠ્ઠાના શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, ઘરના નોકર /નોકરાણી (કામવાળી બહેનો), મોચી, દરજી, લુહાર, વાળંદ, પ્લમ્બર, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનાર, ડેરીવાળા, તમામ પશુપાલકો, પેપર આપવાવાળા,રસોઈ કરવાવાળી બહેનો (રસોઈયા), કુલી, રિક્ષાચાલક, લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા,  ખાવાની વસ્તુને લારીમાં વેચનાર, હાટડીવાળા, ચા વાળા, હોટલના નોકર/ વેઇટર, રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનાર/સેલ્સમેન/હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, પંચર રીપેર કરવા વાળા, બ્યુટીપાર્લરમાં કામ કરનાર, ઝોમેટો, સ્વિગીના ડીલીવરી બોય (કુરિયર વાળા), એમેઝોન, આંગણવાડી કાર્યકર્તા સહાયિકા, આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments