Team Chabuk-Gujarat Desk: મહેસાણામાં એક જનેતાએ જ પોતાની દીકરીનો જીવ લીધો હોવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, પ્રેમી સાથે ભાગી જવામાં વચ્ચે 3 વર્ષની દીકરી તેને કાંટા જેમ ખૂંચી રહી હતી. આ જ કારણે કાંટો કાઢવા માટે જનેતાએ પોતાની દિકરીની બેરહેમીથી હત્યા કરી નાખી. હાલ આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ પર આવેલા ગોકુલધામ ફ્લેટ સામેની ઝૂંપડીમાં રહેતી 3 વર્ષની બાળકી મંગળવારે રાત્રે ગૂમ થઈ હતી. રાત્રે 3 વાગ્યા આસપાસ ગૂમ થયેલી બાળકીનો મૃતદેહ બીજા દિવસે એક ખેતરમાંથી મળી આવ્યો હતો. જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે બાળકીના ગળામાં એક દુપટ્ટો વિંટેલો હતો. આ દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા.બનાવની જાણ થતાં જ પોલીસ ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન જે ઘટના બની તેને લઈને બાળકીની માતા પર શંકાની સોઈ આવી ગઈ છે.
એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે FSL ટીમે સાથે ડોગ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. પોલીસ-ડોગને બાળકીના ગળામાં વિંટેલો દુપટ્ટો સુંઘાડ્યો હતો. ત્યારબાદ ડોગ એક લાઇનમાં ઊભેલા 25 મજૂર પાસેથી પસાર થતાં મૃતક બાળકીની માતા રાધિકા પાસે આવીને ઊભો રહ્યો હતો. જેથી બાળકીની માતાને પૂછપરછ માટે લઈ જવાઈ હતી.
સૂત્રોનું માનીએ તો, રાધિકાએ ગુનો કબૂલી લીધો છે. હવે તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવશે. સૂત્રો મુજબ, આ મહિલાને પ્રેમી સાથે ભાગી જવું હતું જેથી બાળકીને મારી નાખી હોવની શંકા છે.
આ અંગે મહેસાણાના એસ.પી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે, એફએસએલ ટીમના મત મુજબ ગળેટૂંપો આપી બાળકીની હત્યા નિપજાવામાં આવી છે. હવે તેની પાછળના કારણો શું છે અને શા માટે આ બાળકીની હત્યા કરાઇ છે તેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
