Homeગુર્જર નગરીસુરતમાં આ શું થઈ રહ્યું છે ? શંકાશીલ પતિએ બાળકની સામે જ...

સુરતમાં આ શું થઈ રહ્યું છે ? શંકાશીલ પતિએ બાળકની સામે જ પત્ની પર ફાયરિંગ કરી દીધુ, છાતી, પેટ, પગમાં મારી ગોળી

Team Chabuk-Gujarat Desk: સુરત જાણે ગુજરાતનું ક્રાઈમ કેપિટલ બની ગયું હોય તેમ એક પછી એક ગુનાઓ નોંધાઈ રહ્યા છે. સુરતમાં જાણે કે ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ ગુનેગારો બેફામ બની રહ્યા છે. ગ્રીષ્મા હત્યા કેસ પછી હવે કતારગામમાં એક આવી જ ઘટના બની છે જેમાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું  હતું. હાલ પરણિતા હોસ્પિટલના બીછાને છે.

સુરતના કતારગામની એક સોસાયટીમાં રાત્રીના સમયે પતિએ અલગ રહેતી પત્ની પર બાળકોની સામે જ ફાયરિંગ કરી દીધુ.  જેમાં પરણિતાને છાતી, પેટ અને પગના ભાગે ગોળી વાગી છે. હાલ મહિલા ગંભીર હાલતમા સારવાર હેઠળ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી વહેમીલા પતિએ હત્યાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી મુજબ 16 વર્ષના લગ્નજીવનમાં 7 વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવી રહી છે. એટલું જ નહીં, પણ શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બેવાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.આરોપી મૂળ કર્ણાટકનો રહેવાસી છે અને ફાયરિંગ કરવા જ સુરત આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પત્ની પર ફાયરિંગ કરીને તે ફરાર થઈ ગયો હતો.

ઈજાગ્રસ્ત મહિલાએ 16 વર્ષ પહેલાં અખિલેશસિંહ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જોકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમીલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને એલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડિંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશનાં બે બાળકોને લઈ મહિલા ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ એની સાથે જ જીવવા મજબૂર હતી.

આખરે ટીનાએ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો નિર્ણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી. લગભગ 7 વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણપોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલાં છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.

એટલું જ નહીં આરોપી મહિલાને મિત્ર કે બહેન-બનેવી મદદ કરે તેની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો. અને આ વખતે તે મહિલાના ઘરે આવી પહ્યો હતો અને ફાયરિંગ કરી દીધુ હતું. બનાવની જાણ થતાં જ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments