Team Chabuk-Gujarat Desk: આણંદના પેટલાદમાં તસ્કરોનો તરખાટ મચાવ્યો. તસ્કરોએ રાત્રીના સમયે બે મકાન અને આઠ દુકાનોને નિશાન બનાવી. તસ્કરો દુકાનોના શટર તોડી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એક સાથે 10 સ્થળોએ ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે પેટલાદના ઈસરામાં રોડ પર આવેલ આધ્ય પાર્ક સોસાયટી અને સાંઈપાર્ક સોસાયટીમાં તસ્કરોએ બે મકાનના તાળા તોડયા હતા. અને ઘરમાં પ્રવેશ કરી તિજોરી તેમજ ઘરવખરી સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મકાન બંધ હોવાને કારણે કોઈ મોટા પાયે ચોરી થઇ નથી. બીજી તરફ શહેરના રંગાઈપુરા હાઇવે ઉપર આઠ દુકાનોના શટર તૂટ્યા હતા. તસ્કરોએ આ દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની માહિતી છે. રંગાઈપુરા ચોરી કરતા શખ્સો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે. સાથે જ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે, ઘર અને મકાનના તાળા તોડનારી એક જ ગેંગ છે કે અલગ-અલગ શખ્સોએ ચોરીને અંજામ આપ્યો છે. આરોપીઓ પકડાયા બાદ આ અંગે ખુલાસા થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત