Homeગુર્જર નગરીજળસંકટ: ગુજરાતના ડેમમાં ખૂટી રહ્યું છે પાણી, ખેડૂતો પણ ચાતક નજરે જોઈ...

જળસંકટ: ગુજરાતના ડેમમાં ખૂટી રહ્યું છે પાણી, ખેડૂતો પણ ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં મેઘરાજા જાણે ખેડૂતોની પરીક્ષા લઈ રહ્યા હોય તેમ ખેડૂતોને રાહ જોવડાવી રહ્યા છે. શરૂઆતના વરસાદ બાદ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાથી મેઘરાજા ગુજરાતના ખેડૂતોથી જાણે કે રિસાયા હોય તેમ મહેર વરસાવવાનું બંધ કર્યું છે. વરસાદ ખેંચાતા ખેડૂતો હવે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ હવે ખેડૂતોને સિંચાઈના પાણીની પણ આશા નથી. સરકારે જણાવ્યું છે કે, રાજ્યના ડેમમાં ઓછુ પાણી બચ્યું છે જેના કારણે સિંચાઈનું પાણી આપવું શક્ય નહીં બને. આ પાણીનો જથ્થો પીવાના પાણી માટે રાખવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિંચાઇના પાણી અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો પડ્યો છે. ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે, સિંચાઇનુ પાણી આપી શકાય એમ નથી, કારણ કે રાજ્યના તમામ ડેમોમાં 30% સુધી પાણી જ છે.

હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલથી રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે, હવામાન વિભઆગની આગાહી સાચી પડે અને મેઘરાજા મન મૂકીને વરસે જેથી કરીને પાણીની સમસ્યાનો ઉકેલ આવે.

નર્મદા, જળ સંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગનાં આંકડા મુજબ , ઉત્તર ગુજરાતનાં ડેમમાં 19.04 ટકા પાણી છે. જ્યારે મધ્ય ગુજરાતના ડેમમાં 38 ટકા જેટલું જ પાણી બચ્યું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના ડેમમાં 45 ટકા પાણી છે. કચ્છના ડેમોમાં માત્ર 14 ટકા અને સૌરાષ્ટ્રનાં ડેમોમાં 36 ટકા પાણી બચ્યું છે. સરદાર સરોવરનાં ડેમોમાં 10 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જો વરસાદ ખેંચાશે તો રાજકોટવાસીઓનો પણ પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. હાલ રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં માત્ર પાંચ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જો વરસાદ ખેંચાશે તો નર્મદાના પાણી પર રાજકોટને નભવું પડશે.આમ, હાલ ખેડૂતો સહિત શહેરમાં રહેતાં લોકોની પણ મુશ્કેલી વધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments