Team Chabuk-Gujarat Desk: ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર થવા જઈ રહ્યો છે. જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા રાજય સરકાર 19મી નવેમ્બરે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરશે. ડાંગ કુદરતી સંસાધનોથી ભરપૂર જિલ્લો છે. છેલ્લા 2 વર્ષથી ડાંગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તેવા પ્રયાસ હાથ ધરાતા જિલ્લાના 12 હજાર ખેડૂતો તેમની 57 હજાર હેકટર જમીનમાં આ પ્રકારની ખેતી કરે તેવા પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે.
ડાંગના ખેડૂતોએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ડાંગને પ્રકૃતિક જિલ્લો જાહેર કરવાથી તેઓ ખુશ છે. ખેડૂતોએ કહ્યું કે, પ્રકૃતિક ખેતી તેમના અને તેમની જમીન માટે ફાયદાકારક છે. રાસાયણિક ખાતર તેમની જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. જ્યારે ગાયના છાણ અને ગૌમુત્રમાંથી બનાવેલું દેશી ખાતર તેમનું ઉત્પાદન વધારે છે અને જમીન પણ ફળદ્રુપ બનાવે છે.
ડાંગમાં અત્યારે આશરે 19,600 હેકટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં સૌ પ્રથમ ડાંગ જિલ્લાને ‘પ્રાકૃતિક જિલ્લા’ તરીકે 19મી નવેમ્બરે જાહેર કરશે.
ડાંગ કુદરતી સંસાધનોથી ભરપૂર જિલ્લો છે. ખેડૂતો રાસાયણિક ખાતરથી ખેતી કરે તો તેમને ખર્ચ થાય છે,આ કૃષિમાં ખાતર ખેડૂતો દેશી ગાયના છાણ-ગૌમુત્રથી તૈયાર થતું હોવાથી ઝીરો બજેટથી ખેતી થશે તેવો રાજય સરકારે દાવો કર્યો છે. પ્રાકૃતિક ખેતીથી બે વર્ષમાં જમીન ફળદ્રુપ થઇ જતી હોવાથી પાક ઉત્પાદન વધે છે. પાક રાસાયણિક ખાતર વગરનો હોવાથી તેનો બજાર કિંમત વધારે મળે છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે એટલે બજેટ વધુ ફાળવાશે. ચાલુ નાણાંકીય વર્ષમાં રાજયમાં પ્રાકૃતિક કૃષિ માટે રૂ. 225 કરોડનું બજેટ ફાળવાયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત